ગુજરાતમાં દારૂબંધી છે અને રાજસ્થાના સીએમ અશોક ગહેલોતે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાના નિવેદન બાદ સરકાર અને ભાજપ બચાવમાં આવી ગયુ છે. જોકે મોરબીના વાંકાનેર મામલતદાર કચેરીમાં જ દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો છે. નાયબ મામલતદારના મહેફિલનો વીડિયો વાયરલ થતા અધિકારીઓ ભુગર્ભમાં ઉતરી ગયા છે.
વી.વી. કુંડ અને હર્ષદ પરમાર નામના બંને અધિકારીઓ નશામાં ધૂત જોવા મળી રહ્યા છે.જેઓ એક મહિલાને નશાની હાલતમાં જ જવાબ આપતા નજરે પડે છે. જ્યારે મહિલાઓ વિડિયો બનાવ્યો. ત્યારે ત્યાં સસ્તા અનાજના દુકાનદારો પણ હાજર હતા. અને આ વીડિયો વાયરલ થયા બાદ પ્રાંત અધિકારીએ બંને નાયબ મામલતદારોને નોટીસ આપી છે. જોકે બંને નાયબ મામલતદારો અત્યારે ભૂગર્ભમાં છે. મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર રહેલો ક્લાર્ક તમામ સગવડો પૂરી પાડતો હોવાનું સુત્રો કહી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.