ઊંઝા ખાતેના ઉમિયા ધામ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્ધારા આયોજિત ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનો આવતીકાલ બુધવારથી શુભારંભ થશે. સમગ્ર બ્રહ્માંડમાં મહાભારતના કાળ દરમિયાન થયેલા અશ્વમેઘ યજ્ઞ બાદનો આ સૌથી મોટો મહાયજ્ઞા માનવમાં આવી રહ્યો છે જે બુધવારથી શરૂ થઈ રવિવાર સુધી ચાલનાર આ પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞા દ્ધારા મહા ઈતિહાસ રચાશે.
અગાઉ વર્ષ ૧૯૭૬માં ઊજવાયેલ ૧૮મો શતાબ્દી મહોત્સવ, વર્ષ ર૦૦૯માં ઊજવવામાં આવેલ રજત જ્યંતિ મહોત્સવ બાદ મા ઉમિયાના ધામમાં આ ત્રીજો મહા પર્વ ઉજવાઈ રહ્યો છે જેમાં પ૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માં ઉમિયાને ધામે પધારશે તેને ધ્યાને લઈને સમગ્ર આયોજનને ઓપ આપવામાં આવ્યો છે.
બુધવારથી શરૂ થનારા માં ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞાની તમામ તૈયારીઓને સમયસર રીતે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હાલમાં સમગ્ર ઊંઝા આવનાર પ૦ લાખથી વધુ માં ઉમિયાના ભક્તોને આવકારવા થનગનાટ કરી રહ્યું છે અને સમગ્ર શહેરને સોળે કળાએ શણગારી દેવામાં આવતાં હવે લક્ષચંડી મહાયજ્ઞા શરૂ થાય તેની ઘડીઓ ગણાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, ૧૦ લાખ પાટીદારો સહિત ર૦ દેશોમાં મા ઉમાનું તેડું મોકલાયું અપાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.