હોકી એ આપણા દેશની રાષ્ટ્રીય રમત છે અને તેમાં દેશના ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરે છે, પછી તે સિનિયર મહિલા હોય કે પુરૂષ ટીમ હોય કે જુનિયર પુરુષ હોય કે મહિલા ટીમ. હાલમા, જુનિયર મેન્સ હોકી એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન એકબીજાના સામને હતા. જેમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારત ચાર વખત જુનિયર hockey ટૂર્નામેન્ટ જીતવાવાળી પ્રથમ એશિયન ટીમ બની છે. આ પહેલા પાકિસ્તાને 3 વખત આ ખિતાબ જીત્યો હતો.
ડોફર મ્યુનિસિપાલિટી મેન્સ જુનિયર એશિયા કપ 2023ની ફાઇનલ મેચની વાત કરવા જઈએ તો, ભારતના અંગદબીર સિંહે 13મી મિનિટે ગોલ કર્યો હતો. આ પછી 20મી મિનિટે અરિજીત સિંહે બીજો ગોલ કરીને પાકિસ્તાન પર 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. આ પછી અબ્દુલ બશારતે 17મી મિનિટે પાકિસ્તાન માટે એકમાત્ર ગોલ કર્યો અને ભારતે મેચ 2-1થી જીતી લીધી. આટલું જ નહીં ભારતીય જુનિયર હોકી ટીમ મલેશિયામાં થનાર ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન મેન્સ જુનિયર વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાઈ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.