ભાવનગર ના ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં સામેલ કરાયેલું વોયેજ એક્સપ્રેસ જહાજ ૫૬ સોલાર પેનલ સાથે ૧૦૦૦ કિલોવોટ વીજળીનું ઉત્સર્જન કરતું એશિયાનું સૌથી મોટું જહાજ છે. આધુનિક અને વધુ સુવિધાઓથી સજ્જ વોયેજ એક્સપ્રેસ શિપ મુસાફરોને સાડા ત્રણ કલાકમાં તેના ગંતવ્ય સ્થળ ઘોઘાથી હજીરા અને હજીરાથી ઘોઘા પહોંચાડશે. દોઢ માસથી બંધ પડેલી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ નવા વોયેજ એક્સપ્રેસ જહાજ સાથે ફરી શરૂ કરવામાં આવી છે. ૧૭ નોટ. માઈલની સ્પીડ ધરાવતા વોયેજ એક્સપ્રેસ શિપને તેને ગંતવ્ય સ્થળે પહોંચવામાં સાડા ત્રણ કલાકનો સમય લાગશે. આ જહાજનું હોમપોર્ટ ઘોઘા હોવાથી દરરોજ સવારે ૯ કલાકે ઘોઘાથી હજીરા અને સાંજે ૬-૩૦ કલાકે હજીરાથી ઘોઘાની ટ્રીપ કરશે. રો-પેક્સ ફેરી સર્વિસ ઓપરેટ કરી ઈન્ડિગો સી-વેઝના સીઈઓ ડી.કે. મંડરાલે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, જાપાનમાં મિત્સુબિસી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવેલા આ જહાજમાં ૫૬ સોલાર પેનલ લગાવવામાં આવી છે.
જેના થકી દરરોજ ૧૦૦૦ કિલોવોટ વીજ ઉત્પાદન થાય છે. સોલાર આધારિત વીજળીની વપરાશથી ૧ ટન ડીઝલની બચત અને ૨.૭ ટન કાર્બન ઈમ્યુશન થાય છે. જેના કારણે રનિંગ કોસ્ટ પણ ઘટતો હોવાથી તેનો લાભ મુસાફરોને આપી શકાય છે. સોલાર પેનલ ધરાવતું વોયેઝ એક્સપ્રેસ જહાજ એશિયાનું સૌથી મોટું જહાજ છે. આ જહાજની અગાઉના વોયેજ સિમ્ફની જહાજની તુલનામાં સાઈઝ દોઢ ગણી વધું અને કેપેસીટી સારી છે. લાંબા રૂટ માટેના આ જહાજમાં મુસાફરોની સુવિધા વધારવા જહાજમાં અલગ-અલગ બદલાવ પણ કરાયું છે. જેમાં ખાસ સ્લીપર ક્લાસ અને કેબીન ક્લાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શિપમાં કાફીટેરિયા, કેશિનો ટાઈપનો ઈલેક્ટ્રીક ગેમ ઝોન છે. જ્યારે શિપમાં એક સાથે ૬૦૦થી ૬૫૦ મુસાફર, ૫૫થી ૬૦ ટ્રક, ૭૦થી ૭૫ કાર અને ૫૦ બાઈકનું વહન કરવાની ક્ષમતા છે. વોયેજ એક્સપ્રેસની સાથે જૂના જહાજ વોયેજ સિમ્ફનીને પણ સેવામાં ચાલી રાખી આગામી સમયમાં ટ્રાફિકનું પ્રમાણ વધશે તો બન્ને જહાજની બે રાઉન્ડ ટ્રીપ કરાશે તેમ ઉમેર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.