હાર્દિક વિશે સવાલ કરતા જાણો શુ કહ્યું વિરમગામમાં જગદીશ ઠાકોરે?????

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિનિ નિમિત્તે હાર્દિકના નિવાસસ્થાન વિરમગામ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, જેમાં પક્ષપાત વિના તમામ પક્ષના નેતા અને આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સવારથી શરૂ થયેલા કાર્યક્રમમાં અનેક સ્થાનિક ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનો આવી રહ્યા છે અને ત્યારે હાર્દિક પટેલની પક્ષ તરફની નારાજગી અંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદ્દીશ ઠાકોર, કોંગ્રેસના નેતા રઘુ શર્મા સહિતના નેતાઓએ પોતાની પ્રતિક્રીયા આપી હતી.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ હાર્દિક પટેલની નારાજગી અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, હજુ કોઇએ નિર્ણય લીધો નથી. કોંગ્રેસમાં લોકશાહી છે. અને નારાજગી અંગે ખુલીને બોલી શકાય છે. ભાજપમાં તાનાશાહી છે બોલાતું નથી. જગદીશ ઠાકોર અને હાર્દિક વચ્ચે ગજગ્રાહ છે એવું તમે કહો છો સ્ટેટ લીડરશીપમાં કોઇ પણ સામે નારાજગી હોય શકે છે.અને હાર્દિક પટેલને મનાવવાનો દોર ચાલી રહ્યો છે, તેમણે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ માની ગયા છે, એ મનાતા નથી તે વાત મીડિયા ફેલાવે છે.

છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલની કોંગ્રેસના નેતાઓની નેતૃત્વની નારાજગી ચાલી રહી છે.અને ત્યારે હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિનિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ પોતાનું હાર્દિકની નારાજગી અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ અમારા પક્ષના કાર્યકારી પ્રમુખ છે. કોણે કહ્યું કે હાર્દિક પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. હાર્દિક પટેલ અમારા પરિવારના અભિન્ન અંગ છે. તેમનું ભવિષ્ય ઉજ્જવળ છે. હાર્દિક રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે મળી કામ કરશે. હાર્દિક પટેલ ગુજરાતમાં સરકાર બનાવવામાં હાર્દિકની અહમ ભૂમિકા રહેશે

તેમણે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. અને કોંગ્રેસ પક્ષને જીતાડવા માટે પુરી તાકાતથી કામ કરી રહ્યાં છે. વિચારોની આપ લેમાં કોઈ મતાંતરો હોઈ શકે છે. પરંતુ તેને જે સ્વરૂપ આપવામાં આવ્યું છે કે, તે એકદમ ગેરવ્યાજબી છે.અને આ નારાજગીની વાત એક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે કે, સંદતર રીતે આ ન બનવું જોઈએ એ પક્ષમાં જ છે અને પક્ષમાં જ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.