મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક ફૂલ સ્પીડે એક્ટિવા લઈને નિકળનાર શખ્સને એક્ટિવા ધીમું ચલાવવાનું કહેતા ભૂરા નામના શખ્સે ટ્રાવેલ્સના ધંધાર્થીને માથામાં સિમેન્ટ બ્લોક ફટકારી દેતા બે મહિલા સહિત ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે મળતી વિગતો મુજબ મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક ટ્રાવેલ્સ બુકીંગનો વ્યવસાય કરતા હિતેન્દ્રસિંહ સુખુભા જાડેજાની બાજુમાંથી ફૂલ સ્પીડે એક્ટિવા ચલાવીને નીકળેલા ભાવેશ દિનેશભાઇ કંજારીયાને હિતેન્દ્રસિંહે એક્ટિવા ધીમે ચલાવવા કહ્યું હતુ
આ બાબતનો ખાર રાખી થોડી વારમાં ભરત ઉર્ફે ભુરો દિનેશભાઇ કંજારીયા, ભાવેશ દિનેશભાઇ કંજારીયા, ભાવેશના મમ્મી તથા ભાવેશના બહેન મહારાણા પ્રતાપ સર્કલ ખાતે એકસંપ કરી આવ્યા હતા અને ગાળા ગાળી કરી હિતેન્દ્રસિંહને ઢીકા પાટુનો માર મારી ભરત ઉર્ફે ભૂરાએ સિમેન્ટ બ્લોક હિતેન્દ્રસિંહના માથામાં ફટકારી દેતા હિતેન્દ્રસિંહને માથામાં પાંચ ટાકા આવ્યા હતા.
ઘટના અંગે પોલીસે ભરત ઉર્ફે ભૂરા સહિતના ચારેય આરોપીઓ વિરુદ્ધ હિતેન્દ્રસિંહની ફરિયાદને આધારે આઈપીસી કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૩૩૭, ૧૧૪ તથા જીપી એકટ-૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.