ડાર્કનેટ પર આવી નકલી રસીના 300 ડૉલર્સ બોલાતા હતા.
સંખ્યાબંધ ડોમેન પર કોરનાની કહેવાતી રસીની ઑફર્સ કરાઇ રહી હતી.
આવી નકલી રસી અંગે ગયા સપ્તાહે યૂરોપિયન યુનિયને પોતાના નાગરિકોને ચેતવી દીધા હતા કે સાવધાન, આ રસી બોગસ હોઇ શકે છે, લલચામણી જાહેર ખબરોથી સાવધ રહેજો, તમારા પૈસા જશે અને બોગસ રસીથી તમને કશો લાભ નહીં થાય.
દુનિયાભરને ડરાવનારા કોરોના ચેપની અસલી રસી બજારમાં આવે એ પહેલાં નકલી રસીનો રાફડો ફાટી નીકળ્યો હતો
ગ્લોબલ સાઇબર સિક્યોરિટી કંપની ચેક પોઇન્ટ રિસર્ચે એવો તાજો રિપોર્ટ પ્રગટ કર્યો હતો કે ઇન્ટરનેટ પર ઘણી બોગસ રસી ઉપલબ્ધ હતી જે રીતસર કાળાંબજાર કરી રહી હોય એમ રસીના ડૉઝ 300 ડૉલર્સના ભાવે આપવાની ઑફર્સ કરતી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.