બંને હાથથી કમાવવા છતાં ધનિકોના લિસ્ટમાં પાછળ રહ્યા અદાણી….

દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સતત રૂપિયા કમાયા બાદ પણ દુનિયાના ધનિકોના લિસ્ટમાં અટક્યા છે. અદાણી હજુ પણ ધનિકોના લિસ્ટમાં 21મા નંબરે છે. અદાણી ગયા શુક્રવારે એક દિવસમાં 1.45 અબજ ડોલર કમાયા હતા અને આ પછી પણ તે ધનિકોના લિસ્ટમાં ઉપર આવી શક્યા નથી. અદાણી છેલ્લા કેટલાક દિવસોથી ટોપ 20ની બહાર અટક્યા છે. તે ટોપ 20માં સામેલ થઈ શક્યા નથી. અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણીની નેટવર્થમાં ઘણો મોટો ઘટાડો આવ્યો છે. હિંડનબર્ગનો 24 જાન્યુઆરી 2023ના આવેલા રિપોર્ટથી અદાણી ગ્રૂપને મોટું નુકસાન થયું છે. આ પછી અદાણી ગ્રૂપના શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે એન્ડ તેની સાથે અદાણીની નેટવર્થ પણ વધી છે. અદાણી હવે થોડા સમય બાદ ધનિકોના લિસ્ટમાં 21મા નંબરે પહોંચ્યા છે.

હાલના સમયની વાત કરીએ તો બ્લૂમબર્ગ બિલિનિયર ઈન્ડેક્સના અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થ 57.5 અબજ ડોલર છે. ગૌતમ અદાણી એક સમયે દુનિયાના અમીરોના લિસ્ટમાં બીજા નંબરે રહેતા. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં સતત લોઅર સર્કિટ જોવા મળી અને આ સાથે મુકેશ અંબાણીની નેટવર્થની વાત કરીએ તો 76.4 અબજ ડોલર છે. અંબાણી પણ દુનિયાના ધનિકોના લિસ્ટમાં 12મા નંબરે છે.

હાલમાં જ મુકેશ અંબાણીની નેટવર્થમાં મોટો ઘટાડો આવ્યો છે. તે ધનિકોના લિસ્ટમાં 8મા નંબરથી 12મા નંબરે આવ્યા છે અને અંબાણીની નેટવર્થમાં પણ ઘટાડો આવ્યો છે અને કંપનીના અનેક શેરમાં ઘટાડો તેનું કારણ બન્યા છે. આ કારણે અંબાણીની નેટવર્થ પણ ઘટી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.