મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં મુસ્લિમ ધર્મગુરુની હત્યાનો મામલો સામે આવ્યો છે અને મળતી વિગત મુજબ, 35 વર્ષીય સૂફી સંતની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અને આ સુફી સંત અફઘાનિસ્તાનના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર 4 લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હત્યાની આ ઘટના યેવલા તાલુકાના ચિચોંડી MIDC વિસ્તારમાં બની હતી.મળતા રિપોર્ટ અનુસાર, અફઘાન નાગરિક સૂફી ખ્વાજા સૈયદ ઝરીબ ચિશ્તીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેમની ઉંમર લગભગ 35 વર્ષની હતી. પોલીસ હત્યારાઓને શોધી રહી છે.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં અફઘાનિસ્તાનના એક સૂફી સંતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આ ઘટના યેવલા તાલુકાના ચિચોંડી MIDC વિસ્તારમાં બની છે. જોકે હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. મૃતકનું નામ સૂફી ખ્વાજા સૈયદ ઝરીબ ચિશ્તી જણાવવામાં આવી રહ્યું છે અને 4 લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હત્યા બાદ ચાર અજાણ્યા શખ્સો ફોર વ્હીલર વાહનમાં ફરાર થઈ ગયા હતા.
મહારાષ્ટ્રના નાસિકમાં સૂફી સંતની હત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આર્થિક વિવાદના કારણે હત્યા થઈ હોવાની પોલીસ આશંકા છે. પ્રાથમિક માહિતી એવી છે કે સૂફી સંત ખ્વાજા સૈયદ ઝરીબ ચિશ્તી અફઘાન મૌલવી છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે અને પોલીસની ટીમ હત્યારાઓને શોધવા તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.