સુરત-મરોલી સ્ટેટ હાઈવે પર જાણીતા રિસોર્ટમાં સામૂહિક બળાત્કારની ધટના બનતાં હાહાકાર મચી ગયો છે. રિસોર્ટમાં કામ કરતી યુવતી પર પાંચ શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ થતાં સમગ્ર ધટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, જાણીતાં રિસોર્ટમાં કામ કરતી યુવતીને લગ્ન પ્રસંગેમાં રોકી રાખવામાં આવી હતી. આઈસ્ક્રીમ ખાધા બાદ યુવતી બેભાન થઈ હતી.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s
જયારે યુવતી ભાનમાં આવી ત્યારે નવસારી ખાનગી હોસ્પિટલમાં હતી. રિસોર્ટમાં બેભાન થયા બાદ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયાની લેખિત ફરિયાદ કરવામાં આવી છે. લેખિત ફરિયાદનાં આધારે તપાસનો દૌર શરૂ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.