આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે શરુ અથડામણ,4 આતંકવાદીઓ હોવાની મળી સૂચના

પુલવામામાં મોડી રાતથી આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરુ છે.  આ અંગેની જાણકારી કાશ્મીર ઝોન પોલીસે આપી છે. પોલીસે જણાવ્યું કે પુલવામાં સ્થિત હાજિન રાજપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોની વચ્ચે એન્કાઉન્ટર શરુ થયુ. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર સુરક્ષાદળોના ઈનપુર મળ્યા હતા કે વિસ્તારમાં કેટલાક આતંકી છે. જે બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું.

આ પહેલા અથડામણમાં બુધવારે કુલગામમાં  સુરક્ષા દળો સાથેના અથડામણમાં લશ્કર- એ તૈયબાના 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન ગોળીબારમાં 2 જવાન ઘાયલ થયા હતા. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ છુપાયેલા હોવાની મહિતી મળતા પોલીસ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને સેનાના સંયુક્ત  રુપથી કુલગામ જિલ્લામાં ચિમેર ગામમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરુ કર્યુ આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબારી કરી હતી. કલાકો સુધી ચાલેલી અથડામણમાં 2 જવાન ઘાયલ થયા હતા. તો 3 આતંકવાદી માર્યા ગયા હતા.

અંગ્રેજી અખબાર અનુસાર સ્થળ પર 4 આતંકવાદીઓ હોવાની સૂચના મળી છે. એન્કાઉન્ટરમાં સેના પુલવામા પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાનો સામેલ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.