અફઘાનિસ્તાનમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. પાટનગર કાબુલમાં બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા નવ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે.
ત્રણ વાહનોને લાગી હતી આગ
અફઘાનિસ્તાન ના ગૃહ મંત્રાલયના નાયબ પ્રવક્તા ફરદાસ ફારમાર્જે માહિતી આપતાં કહ્યું કે, આ હુમલામાં ત્રણ વાહનોને આગ લાગી હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આતંકીઓએ આજે કાબુલ શહેરના પીડી 5 વિસ્તારને નિશાન બનાવ્યો હતો
અફઘાનિસ્તાન ના ગૃહ મંત્રાલયના નાયબ પ્રવક્તા ફરદાસ ફરમાર્જે માહિતી આપતાં કહ્યું કે, આ હુમલામાં ત્રણ વાહનોને આગ લાગી હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ હુમલામાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો ઘાયલ થયા છે.
દુર્ભાગ્યે આઠ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 15થી વધુ ઘાયલ થયા છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ હુમલામાં સાંસદ વરદક પણ ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની સંભાવના છે. હજી સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.