હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયું છે. અને રાજ્યની ઉપર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેસરની મદદથી ગુજરાતને સારો વરસાદ મળશે તેવું હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
આગામી 12 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં અને 13 ઓગસ્ટ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં જ 12 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકાર અનુસાર આગામી ત્રણ દિવસમાં રાજ્યમા સારો એવો વરસાદ વરસશે તથા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 12 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત અને 13 ઓગસ્ટ ઉત્તર ગુજરાત માટે ભારે બની રહેશે. અત્યાર સુધી રાજ્યમાં 57 ટકા વરસાદ નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.