24 કલાકમાં દેશમાં 2020 કોરોના દર્દીઓના મોત,અઠવાડિયામાં મોતમાં સાડા 94 ટકા વધારો

કોરોનાની બીજી લહેરમાં દેશમાં પહેલી વાર ન ફક્ત કેસ 3 લાખની નજીક આવ્યા છે  બલ્કે સૌથી વધારે 2 હજાર મોત પણ થયા છે. આ રીતે મહામારીની બીજી લહેર  દર રોજ પોતાનો રેકોર્ડ તોડી રહી છે. વર્લ્ડોમીટર મુજબ મંગળવારે રાતે 12 વાગે 24 કલાકમાં દેશમાં 2020 કોરોના દર્દીઓના મોત થયા છે.

આંકડા મુજબ આ સમયમાં મંગળવારે 2, 94,115 કોરોના વાયરસના નવા સંક્રમિત મળ્યા છે. આ દેશમાં એક દિવસમાં મળેલા કુલ નવા સંક્રમિતોના સૌથી મોટી સંખ્યા છે. સતત 5માં દિવસે કોરોનાથી રેકોર્ડ બ્રેક મોત નોંધાયા છે. આ મહામારીની શરુઆતથી લઈને અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલી સૌથી મોટી સંખ્યા છે. મરનારાની કુલ સંખ્યા વધીને 1,82, 570 થઈ છે

કોરોનાથી રાષ્ટ્રીય સ્તર પર મુત્યુ દર ઘટીને 1.20 ટકા થઈ ગયો છે. પરંતુ મહારાષ્ટ્રમાં આ દર 1.5 ટકા અને પશ્ચિમ બંગાળમાં 1.6 ટકા છે.

દિલ્હીમાં 277, છત્તીસગઢમાં 191, ઉત્તર પ્રદેશમાં 162, ગુજરાત 121, કર્ણાટકમાં 149, પંજાબમાં 60 અને મધ્ય પ્રદેશમાં 77 લોકોના મોતથયા છે. આ 8 રાજ્યોમાં કુલ 1556 મોત થયા જે કુલ 2020 મોતના 77.02 ટકા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.