અતિવૃષ્ટિને કારણે પોતાનો ઊભો પાક બળવાની ભીતિથી અરવલ્લીનાં ખેડૂતે આપઘાત કર્યો

અરવલ્લી : આ વખતે રાજ્યભરમાં (Gujarat) અનરાધર વરસાદ (heavy rainfall) પડ્યો છે. હાલ નવરાત્રી શરૂ થઇ ગઇ તો પણ મેઘરાજાની બેટિંગ અટકતી જ નથી. ત્યારે અરવલ્લીમાં (Arvalli) અતિવૃષ્ટિને કારણે ખેડૂતે (Farmer) આપધાત (suicide) કર્યો છે. મોડાસાનાં દધાલિયા ઉમેદપુર ગામનાં ખેડૂત જયંતીભાઇ પટેલે ઝેરી દવા પીને આપધાત કરી લીધો છે. હાલ પરિવાર અને પંથકમાં શોક છવાયો છે. પોલીસે અતિવૃષ્ટિને કારણે આપઘાત કર્યાનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

કપાસ અને મગફળીનો પાક થયો હતો

આ મામલે મળતી માહિતી પ્રમાણે મોડાસાનાં ખેડૂત જયંતીભાઇ પટેલ પાસે ત્રણ વીઘા જમીન હતી. જેમાં તેમણે કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. આ વખતે વધારે વરસાદા નોંધાતા અરવલ્લી જિલ્લાનાં ખેતરોમાં પાણી બરાઇ ગયા છે. તેમ જયંતીભાઇનાં ખેડૂતનાં ખેતરમાં પણ પાણી ભરાઇ ગયું હતું. તેમને આંખો સામે જ પોતાની મહેનતે ઉગાડેલા ઊભા પાકને પાણીમાં જતો જોઇને તેમની ભીતિ હતી કે પોતાનો પાક બળી જશે. આ દુખ તે જીરવી ન શક્યાં અને ઘરે જ ઝેરી દવા પીને અંતિમ પગલું ભર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.