ટૂંક સમયમાં જ બેંકનાં એટીએમમાં 2000 રૂપિયાની નોટ મળવાનુ બંધ થઈ જશે. આરબીઆઈએ તેનું છાપકામ બંધ કર્યા પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત અનેક બેન્કોએ આ કવાયત શરૂ કરી દીધી છે. જો કોઈ ગ્રાહકને 2000 રૂપિયાની નોટની જરૂર હોય તો પછી ભવિષ્યમાં તે ફક્ત બેંક શાખાઓમાં જ ઉપલબ્ધ થશે. 2000 રૂપિયાની નોટોને બદલે બેંકો ફક્ત એટીએમમાં 500, 200 અને 100 રૂપિયાની ચલણી નોટોની સંખ્યામાં વધારો કરશે, જેથી લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. જો કે આ કવાયત પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા બે વર્ષનો સમય લાગશે. આની શરૂઆત નાના શહેરોથી કરાશે. એસબીઆઈ સહિત અનેક જાહેર અને ખાનગી બેન્કોએ આની શરૂઆત કરી દીધી છે. હાલમાં નાના શહેરો અને નગરોમાં હાજર એટીએમમાંથી 2000 રૂપિયાની નોટોના સ્લોટ્સ (કેસેટ્સ) કાઢવામાં આવી રહ્યા છે. જો કે 2000 રૂપિયાની આ નોટ મોટા શહેરોમાં સ્થિત એટીએમમાં ઉપલબ્ધ રહેશે. આ તમામ કામ આરબીઆઈની માર્ગદર્શિકા હેઠળ કરવામાં આવી રહ્યું છે. જોકે પ્રચલનમાંથી આ નોટ બાહર નહીં થાય. તેથી નોટબંધી જેવી લાઈનો લગાડવી પડશે તેવી અફવાહથી લોકો પ્રેરાય નહીં તેની પણ ખાતરી કરવામાં આવી છે. એક ખાનગી બેંક સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરબીઆઈએ બેંકોને એટીએમ પર રૂપિયા 2000ની કેસેટોને હટાવવા તબક્કાવાર રીતે કામ કરવા જણાવ્યું છે. બેંકોને વધુમાં વધુ 500, 200 અને 100 રૂપિયાની નોટ એટીએમમાં રાખવા જણાવ્યું છે, જેથી લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ઉત્સવની સીઝન સમાપ્ત થયા પછી આ કાર્યમાં ગતિ આવશે. કારણ કે 2000 રૂપિયાની નોટો વધુ બહાર આવશે.
2000 રૂપિયાની નોટ બહાર પડી ત્યારે ઘણા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણકે તેનાં છુટા મળતા ન્હોતા. જો કે મોટી ચુકવણી કરવા માટે 2000 રૂપિયાની નોટ એકદમ ઉપયોગી છે. એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ ન મળવાને કારણે વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે તેમને નાની ચલણી નોટો સાથે પૈસા ભરવા માટે નાની નોટોની સંખ્યા વધારવી પડશે. બેંક અધિકારીઓના જણાવ્યા અનુસાર આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટનું ચલણ બંધ નહીં થાય. એટીએમની જગ્યાએ કોઈપણ ગ્રાહક તેની બેંકની શાખાઓથી આ નોટ લઈ શકે છે. એટીએમમાંથી નોટ કાઢવાની શરૂઆત એસબીઆઇએ ઉત્તર પ્રદેશના કાનપુર વિભાગનાં ઉન્નાવ જિલ્લાથી કરી છે. હવે તમને એસબીઆઈ એટીએમથી 2000 ની નોટો મળશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.