સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનને લઈને કોંગ્રેસે નિશાન સાધ્યુ છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યુ છે કે શુ સરકાર લોકતંત્રમાં વિશ્વાસ કરે છે. આપણે આ વિશે વિચાર કરવાની જરૂર છે. આત્મનિર્ભર ભારતની સ્થાપના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ કરી હતી.
કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સૂરજેવાલાએ કહ્યુ કે શુ સરકાર લોકતંત્રમાં વિશ્વાસ કરે છે? આ વિશે વિચાર કરવાની જરૂર છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ આત્મનિર્ભર ભારતની સ્થાપના કરી હતી પરંતુ આ સરકારે બધુ વેચી દીધુ.
વાસ્તવમાં 74માં સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી આત્મનિર્ભર ભારતનું એક માળખુ રજૂ કર્યો. મોદીએ કહ્યુ કે માત્ર કેટલાક મહિના પહેલા એન-95 માસ્ક, પીપીઈ કીટ, વેન્ટિલેટર આ બધુ આપણે વિદેશોમાંથી મંગાવતા હતા. આજે આ તમામ વસ્તુને લઈને ભારત ના માત્ર પોતાની જરૂરિયાતો પોતે પૂરી કરી રહ્યુ છે પરંતુ બીજા દેશોની મદદ માટે પણ આગળ આવ્યુ છે.
વડાપ્રધાને કહ્યુ, એક સમય હતો, જ્યારે દેશમાં અમારી કૃષિ વ્યવસ્થા ઘણી પછાત થઈ હતી. ત્યારે સૌથી મોટી ચિંતા હતી કે દેશવાસીઓનુ પેટ કેવી રીતે ભરાશે. આજે આપણે માત્ર ભારતનુ જ નહીં પરંતુ દુનિયાના કેટલાય દેશોનુ પેટ ભરી શકીએ છીએ. તેમણે કહ્યુ કે આત્મનિર્ભર ભારતનો અર્થ માત્ર આયાત ઓછી કરવાનો જ નહીં પરંતુ પોતાની ક્ષમતાઓ, પોતાની ક્રિએટીવિટી, પોતાની સ્કિલ્સને પણ વધારવાનો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે કોણ વિચારી શકતુ હતુ કે ક્યારેય દેશમાં ગરીબોના જનધન ખાતામાં હજારો-લાખો કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર થઈ શકશે, કોણ વિચારી શકતુ હતુ કે ખેડૂતોની ભલાઈ માટે એપીએમસી અધિનિયમમાં આટલા મોટા પરિવર્તન થઈ જશે. વન નેશન, વન ટેક્સ, ઈન્સૉલ્વેન્સી અને બેન્કરપ્સી કોડ, બેન્કોનું મર્જર આજે દેશની વાસ્તવિકતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.