અમેરિકામાં ‘આઈ હેટ ઈન્ડિયન્સ’ કહીને 4 મહિલાઓ પર હુમલો,બંદૂક બતાવી ગોળી મારવાની ધમકી આપી.

અમેરિકામાં જાતિવાદનો એક કિસ્સો સામે આવ્યો છે. મેક્સિકન-અમેરિકન મહિલા દ્વારા ભારતીય મૂળની ચાર મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે અને તેણે ભારતીય મૂળની મહિલાઓ પર જાતિય ટિપ્પણી પણ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા એક વ્યક્તિએ લખ્યું છે કે, આ ઘટના તેની માતા અને તેની માતાના 3 મિત્રો સાથે બની હતી.

અમેરિકામાં ભારતીય મૂળની મહિલાઓ પર વંશીય હુમલાનો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકન-મેક્સિન મહિલાએ ટેક્સાસના રસ્તાઓ પર ફરતી 4 ભારતીય મહિલાઓ સાથે માત્ર ગેરવર્તણૂક જ નથી કરી, પરંતુ માર માર્યા બાદ બંદૂક બતાવીને ગોળી મારી દેવાની ધમકી પણ આપી હતી અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મેક્સિકન પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.

આ ઘટના બુધવારે રાત્રે બની હતી. ટેક્સાસના ડલ્લાસમાં એક હોટલમાં જમ્યા બાદ ભારતીય મૂળની ચાર મહિલાઓ પાર્કિંગ તરફ ચાલી રહી હતી અને ત્યારે અચાનક મેક્સિકન-અમેરિકન મૂળની એક મહિલા ત્યાં આવી. મહિલાએ ભારતીય મહિલાઓ સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો.

મહિલાએ કહ્યું, ‘હું ભારતીયોને નફરત કરું છું. બધા ભારતીયો સારા જીવનની શોધમાં અમેરિકા આવે છે. તેણે ભારતીય મૂળની મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવાનું ચાલુ રાખ્યું અને આરોપી મહિલાએ કહ્યું કે, તેનો જન્મ અમેરિકામાં થયો છે પરંતુ તે જ્યાં પણ જાય છે અને ત્યાં તેને ભારતીયો જ દેખાય છે. ભારતમાં જીવન સારું છે તો તમે લોકો અહીં શા માટે આવો છો?

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા એક વ્યક્તિએ લખ્યું, ‘મારી માતા અને તેના 3 મિત્રો ડલાસમાં ડિનર માટે ગયા હતા. તેઓ પાર્કિંગમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે એક મેક્સિકન-અમેરિકન મહિલા ત્યાં આવી. ચારેય સામે વંશીય ટિપ્પણી કરતી વખતે તેણીએ તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને મારી માતા તેને આવી વાત ન કરવાની અપીલ કરતી રહી. તેનું દુવ્યવહાર વધતું જોઈને મારી માતાએ તેનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું અને આ જોઈને મહિલા ગુસ્સે થઈ ગઈ અને તેણે તેની માતા અને તેના મિત્રોને મારવાનું શરૂ કરી દીધું.

આ ઘટનામાં એસ્મેરાલ્ડાને 10 હજાર યુએસ ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ખરેખર, પ્લાનો અને ડલ્લાસ વચ્ચેનું અંતર માત્ર 31 કિલોમીટર છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અમેરિકામાં રહેતા ભારતીય-અમેરિકન સમુદાયે તેના પર તીખી પ્રતિક્રિયા આપી છે.

આ મુદ્દે એશિયન-અમેરિકન નેતા રીમા રસૂલે પણ ટ્વિટ કર્યું છે. તેણે પોતાના ટ્વિટમાં કહ્યું, ‘તે એક ડરામણો અનુભવ હતો. મહિલા પાસે બંદૂક પણ હતી અને તે ભારતીય મૂળની મહિલાઓને ગોળી મારવા માંગતી હતી અને તે સ્ત્રીને તેના અંગ્રેજી બોલતા ઉચ્ચારોમાં સમસ્યા હતી. આ જઘન્ય અપરાધ માટે આરોપી મહિલા સામે કાર્યવાહી થવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.