વધુ એક વખત હિન્દુ ધરો(HINDU HOMES) અને મંદિરો(TEMPLE) પર હુમલો(ATTACKED) કરવામાં આવી રહ્યો હતો. બાંગ્લાદેશમાં(BANGLADESH) હિંદુઓ પર હુમલોનું પ્રમાણ વધતું જાય છે. બાંગ્લાદેશમાં કોમિલ્લામાં દુર્ગા પૂજા(DURGA PUJA) દરમિયાન પંડાલોમાં હુમલા કરાયા હતાં. હવે રંગપુરનાં(RANGPUR) ઉપજિલા પીરગંજમાં ઉપદ્રવીઓ દ્નારા હિંદુઓનાં મકાનોમાં ભારે તોડફોડ કરવામાં આવી છે.
કટ્ટરવાદીઓએ અહીં હિંદુઓનાં ૬૬ ધરોમાં આગ લગાવી દીધી હતી. પોલીસે દાવો કર્યો છે કે આ મામલે સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવેલી ફેસબુક પોસ્ટ સાથે જોડાયેલો છે. હિન્દુ વ્યક્તિ દ્વારા થયેલી વાંધાજનક પોસ્ટ ને કારણે કેટલાક વિસ્તારોમાં કોમવાદી વાતાવરણ પેદા થઈ ગયું હતું.
જેને કારણે હિંદુઓનાં મકાનો તેમજ ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરવામાં આવી હતી. જે વિસ્તારમાં યુવકે આ પોસ્ટ કરી હતી તેને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.
દુર્ગા પૂજા દરમિયાન પંડાલો પર હુમલા થયા હતાં…
દુર્ગા પૂજા દરમિયાન પંડાલો પર હુમલા કરવામાં આવ્યા હતા અને ભારે તોડફોડ કરાઇ હતી. સ્થાનિક સંધ પરિષદ ના અધ્યક્ષ નો દાવો છે કે , હિન્દુઓના ૬૬ ઘરોને આગ લગાવી દેવામાં આવી છે.
https://www.youtube.com/watch?v=Dyw-X40q6kY
હુમલાખોરો સામે કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી..
બીજી તરફ હિન્દુઓ હવે તેમના પર થયેલા હુમલાના વિરોધમાં અને હુમલાખોરો સામે કાર્યવાહી કરવાની માગણી સાથે આંદોલન શરૂ કરી દીધા છે. અને હિંદુઓ દ્વારા બાંગ્લાદેશના વિવિધ શહેરોમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.