ભરુચ ની મુલદ ચોકડી પાસેથી આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી ૨.૫૦ કરોડનાં કિંમતનાં હિરા લૂંટવાનો પ્રયાસ થયો હતો. તેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
તારીખ ૨૪ નાં રોજ ગોપાલ ટ્રાવેલ્સમાં ચાર આંગડિયા પેઢીનાં કમઁચારીઓ ૨.૫૦ કરોડની કિંમતનાં હિરા લઈને ભાવનગર તરફ જઈ રહયાં હતાં. તે બસમાં મુસાફરોનાં સ્વાંગમાં ચાર લૂંટારા સવાર હતાં.
મુલદ ચોકડી પાસે બસ પહોંચે તે પહેલાં લૂંટારાઓ પોત પ્રકાશ્યું હતું. લૂંટારાએ ડ્રાઇવર નાં લમણે રીવોલ્વર મૂકી બસ સાઈડમાં ઉભી રાખી દીધી.
https://www.youtube.com/watch?v=_Gu6-TbDaKY
ભરુચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માગઁદશઁન હેઠળ એલસીબી એ બે આરોપીઓનીને નવસારી ટોલનાકા પાસેથી દબોચી લીધાં હતાં.
ઝડપાયેલાં આરોપીનાં નામ..
નૌસાદ અહેમદ મુસ્તાક અહેમદ કુરેશી., અરશદખાન મુઝમ્મીલ કુદુસખાન.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.