હાલોલના કોગ્રેસના પુર્વ ધારાસભ્ય ઉંદેસિહ બારિયાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં આક્ષેપ કરતી અરજીમાં વર્ષ 2019-20, 2020-21 તથા 2021-22માં ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં માલ સામાનમાં ભ્રષ્ટાચાર ગિરિરાજ ટ્રેડર્સ/ગિરિરાજ એજન્સી દ્વારા તથા તાલુકાના જવાબદાર ટીડીઓ અને બાંધકામ ખાતાના ઇજનેર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી થયો હોવાનો આક્ષેપ કરી તપાસ કરી કાર્યવાહી થાય તેવી આક્ષેપ અને રજૂઆત કરતી અરજી કરી છે. જેમાં જણાવ્યું કે, જાંબુઘોડામાં મનરેગાના કામોમાં મટીરિયલના નામે ખોટાં બિલો બનાવી લાખોનો ભ્રષ્ટાચાર કર્યો છે.
જાંબુઘોડામાં 550 જેટલા પેવર બ્લોકના કામો કાગળ પર બતાવીને નાણાંની ઉચાપત કરી છે અને સુખીડેમ કમાન્ડ એરીયામાં અંદાજે 783 નવીન કુવા, 1640 કેટલ શેડમાં ભ્રષ્ટાચાર થયો છે અને જાંબુઘોડામાં મનરેગાના કામો પ્લાન એસ્ટીમેટ મુજબ થયા છે કે નહિ તેની તપાસ સહીત મનરેગામાં વપરાતા સિમેન્ટની ખરીદી ગીરીરાજ ટ્રેડર્સ/ગીરીરાજ અેજન્સી પાસે કરી છે. જેમાં કંઇ બેંકના ચેકથી કે RTGSથી નાણા ચુકવેલ છે કે નહિ તેની તપાસ કરવાનું જણાવ્યું છે.અને ત્રણ વર્ષમાં જ વેબસાઇડ પરથી જાણવા મળે છે કે 60 ટકા મજૂરીમાં 300 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. પૂર્વ ધારાસભ્યે તપાસ ન થાય તો હાઇકોર્ટના દરવાજા ખખડાવવાનું પણ જણાવ્યું હતું.
હાલોલ કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ઉદેસિંહ અને પંચમહાલ ભાજપના મહામંત્રી મંયક દેસાઇની ઓડિયો કલીપ વાઇરલ થઇ છે.અને જેમાં ભાજપના મહામંત્રી મંયક દેસાઇએ કહ્યું કે હું તને આખા તાલુકામાં ફેરવું ચાલ તને વિકાસ બતાવું. તું આવ તપાસ કરીએ. આજ હું નહિ કે તું નહિ કહીને ઉદેસીંહ બારીયા પાંચ પાંચ ચુંટણી હારી ગયો અને તું મહુડાનો દારૂ વેચી ખાતો હતો. તું જેટલી બાયડીઓ સાથે ફરતો હતો તારા તો ડીએનએ ટેસ્ટ કરાવીશું, જયારે ઉદેસીંહ બારીયા કહે છે કે એક કાગળ લખવાથી આટલો ઉચો નીચો થઇ ગયો તારાથી થાય તે કરી લે. જ્યારે ઓડિયો કલીપમાં કોગ્રસના પુર્વ ધારાસભ્યએ પંચમહાલ ભાજપના મહામંત્રીના ભ્રષ્ટાચાર વિશે બોલ્યા તો ભાજપ મહામંત્રી પુર્વ ધારાસભ્યએ સર્કીટ હાઉસમાં મનાવેલી રંગરેલીયા વિશે બોલીને એકબીજા પર આક્ષેપ બાજી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.