-સૌથી વધુ કેસ શહેરી સ્લમમાં થયા હતા
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિપોર્ટ મુજબ ચાલુ વર્ષના ઑગષ્ટ સુધીમાં દસ વર્ષની વયના કે તેથી વધુ ઉંમરના સાડા સાત લાખ લોકો કોરોના વાઇરસના સંક્રમણનો શિકાર થઇ ચૂક્યા હતા. આમાંના મોટા ભાગના લોકો શહેરી ઝૂંપડપટ્ટીના હતા.
ત્યારપછી ગ્રામ વિસ્તારો અને બિન-સ્લમ વિસ્તારોમાં આ ચેપ જોવા મળ્યો હતો. ICMRના રાષ્ટ્રીય સીરો રિપોર્ટમાં આ વિગત પ્રગટ થઇ હતી.
લાન્સેટ ગ્લોબલ હેલ્થમાં પ્રગટ થયેલાં વિવિધ સર્વેક્ષણો મુજબ ભારતમાં દસ વર્ષની વયના કે તેથી વધુ લોકાના સીરો સર્વે મુજબ વસતિનો એક મોટો હિસ્સો નોવેલ કોરોના વાઇરસના ચેપનો ભોગ બને એવા સંવેદનશીલ થઇ ગયો હતો. આ રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું કે ભારતમાં મોટા ભાગનાં રાજ્યોમાં હજુ લોકો સંક્રમણનો શિકાર હોવાની શક્યતા હતી. જ્યાં સુધી સામૂહિક રીતે રોગ પ્રતિકાર શક્તિ વધે નહીં ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની શક્યતા હતી. સામૂહિક રોગ પ્રતિકાર શક્તિ કુદરતી રીતે વધારો કે પછી રસી દ્વારા વધારો. પરંતુ એ વધાર્યા વિના સંક્રમણ ઘટાડવાનું શક્ય નહોતું.
રિપોર્ટમાં વધુમાં જણાવ્યા મુજબ 2020ના ઑગષ્ટ સુધીમાં દસ વર્ષની વયના કે તેથી વધુ વયના દર પંદરે એક વ્યક્તિમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. મે અને ઑગષ્ટ વચ્ચે સંક્રમણમાં દસ ગણો વધારો નોંધાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.