બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 48829 રૂપિયા પર બંધ થયું છે. 7 ઓગસ્ટે સોનું તેની સર્વાંધિક ઉચ્ચતમ કિંમત રૂ .56254 પર પહોંચી ગઈ હતી. ત્યારથી સોનાના ભાવમાં રૂ .7425 નો ઘટાડો થયો છે. તેવી જ રીતે, ચાંદીએ પણ 7 ઓગસ્ટે તેની સર્વાધિક ઉંચી સપાટીને સ્પર્શી લીધી હતી. ત્યારથી ચાંદી 76008 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઇ હતી. પરંતુ 27 નવેમ્બરના રોજ તેની કિંમત 60069 રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં રૂ .15939 નો ઘટાડો થયો છે.
કેમ સોનાની કિંમત ઘટી રહી છે?
કોવિડ-19 રોગચાળાનો સામનો કરવા માટે વેક્સનનાં મારચા પર પોઝિટિવ સમાચારોથી સોનામાં ઘટાડો આવી રહ્યો છે, નિષ્ણાતોનું કહેવું છે કે ગ્લોબલ ઇકોનોમીમાં સુધારો અને અમેરિકા તથા ચીન વચ્ચે તંગદીલી ઘટવાથી રોકાણકારો સોનાને છોડીને શેર બજાર તરફ ખેંચાઇ રહ્યા છે, આ જ કારણ છે કે નજીકનાં ભવિષ્યામાં સોનાની કિંમતોમાં જોરદાર ઉછાળાની સંભાવના નથી.
નિષ્ણાતો શું કહે છે
નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે કોવિડ-19 વેક્સિન અંગે સકારાત્મક સમાચારોથી દુનિયાભરમાં કિંમતોમાં ઘટાડો આવી રહી છે, તેમ છતા સોનાની કિંમત 57000 થી 60000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી શકે છે, તેમણે કહ્યું કે સોનેમાં રોકાણ લાંબા સમયમાં ફાયદાનો સોદો છે, જો કે તે સાથે જ સોનામાં રોકાણ કરતી વખતે દરેક પાસા પર ધ્યાન આપવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.