ઓગસ્ટમાં 13 દિવસ બેન્કોનું કામકાજ રહેશે બંધ, જુઓ લીસ્ટ

Bank Holidays In August: જુલાઈ મહિનો હવે પૂરો થવા જઈ રહ્યો છે અને ઓગસ્ટ આવવાનો છે. દેશમાં તહેવારોની સિઝન પણ ઓગસ્ટથી શરૂ થાય છે. ઉપરાંત, દેશ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. આ વર્ષે ઓગસ્ટમાં(Bank Holidays In August) બેંકો 13 દિવસ બંધ રહેશે. આમાં રવિવાર અને બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે. જો તમે આવતા મહિને કોઈ કામ માટે બેંક જવાનું વિચારી રહ્યા છો તો આ લિસ્ટ ચોક્કસ તપાસો. દરેક રાજ્યમાં બેંકની રજાઓ બદલાઈ શકે છે. અહીં રજાઓની સંપૂર્ણ સૂચિ છે

ઓગસ્ટમાં રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધીના તહેવારો આવશે

ઓગસ્ટ મહિનામાં ઘણા દિવસો બેન્કો બંધ રહેશે. આવી સ્થિતિમાં બેન્ક સંબંધિત કામ માટે ઘરેથી નીકળતા પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) નું બેન્ક હોલિડે લિસ્ટ જોઇ લેવું તમારા માટે ફાયદાકારક રહેશે. ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરની બેન્કો બંધ રહેવાની છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના અવસર પર પણ બેન્કો બંધ રહેશે. ઓગસ્ટમાં આવતી 13 બેન્ક રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તેમજ સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે.

3 ઓગસ્ટઃ અગરતલા વિસ્તારની બેંકો કેર પૂજાના કારણે બંધ રહેશે.

4 ઓગસ્ટઃ રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.

8 ઓગસ્ટઃ ગંગટોક ક્ષેત્રની બેંકોમાં રજા રહેશે.

10 ઓગસ્ટઃ મહિનાનો બીજો શનિવાર

11 ઓગસ્ટઃ રવિવાર

13 ઓગસ્ટઃ ઇમ્ફાલની બેંકો દેશભક્ત દિવસ નિમિત્તે બંધ રહેશે.

15 ઓગસ્ટઃ ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભરમાં બેંકો અને સરકારી કચેરીઓ બંધ રહેશે.

18 ઓગસ્ટઃ રવિવાર

19 ઓગસ્ટઃ રક્ષાબંધન નિમિત્તે ઉત્તરાખંડ, દમણ અને દીવ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં બેંક રજા રહેશે.

RBIની વેબસાઈટ પર રજાઓની યાદી જુઓ:

ઓગસ્ટમાં રવિવાર અને બીજા-ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાના કારણે છ દિવસની રજા છે, જ્યારે દેશના વિવિધ રાજ્યોમાં તહેવારોને કારણે બેન્કો સાત દિવસ બંધ રહેશે. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર બેન્ક રજાઓ અંગેની યાદી અપલોડ કરવામાં આવી છે. તે સરળતાથી ઓનલાઈન જોઈ શકાય છે. ચાલો એક નજર કરીએ ઓગસ્ટ મહિનામાં કયા દિવસો અને શા માટે બેન્ક રજાઓ જાહેર

બેન્કોમાં વારંવાર રજાઓના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ તમે રોકડ ઉપાડવા માટે બેન્કમાં રજાના દિવસે એટીએમનો ઉપયોગ કરી શકો છો. એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે તમે UPI, નેટ બેંકિંગ અથવા મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો. નોંધનીય છે કે નેટ બેન્કિંગ સુવિધા 24X7 કાર્યરત રહે છે.કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.