કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે રાજ્યમાં ગણેશ મહોત્સવ સહિત ઓગસ્ટ મહિનામાં આવતા તમામ હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવાની રાજ્યના ગૃહમંત્રીએ જાહેરાત કરી છે આ જાહેરાત સહિત ઇતિહાસમા પ્રથમવારવાર અંબાજીની પદયાત્રા પણ નહીં યોજાય. વડોદરાના નજીક કંડારી ખાતે 71માં વન મહોત્સવ કાર્યક્રમમાં આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે.
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે એક માત્ર માર્ગ સામાજિક અંતર છે. સમગ્ર ગુજરાતના ગણેશ મંડળો, પદયાત્રા મંડળો, મુસ્લિમ સંગઠનો દ્વારા કોરોનાની મહામારીમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવ, તાજીયા સહિત ઓગસ્ટ મહિનાનાં તમામ નાના-મોટા તહેવારો ઉજવવામાં ન આવે તેવી સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. જો તહેવારોમાં લોકો ભેગા થશે તો કોરોના મહામારીનો વ્યાપ વધી જશે. જેથી ગણેશોત્સવ સહિત ઓગસ્ટ મહિનામાં આવતા તમામ હિન્દુ-મુસ્લિમ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
વધુમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયના પરિવારો તથા જે મંડળો ગણપતિ બેસાડવા હોય તેઓ પોતાના ઘરમાં બેસાડે અને તેનું વિસર્જન પણ પોતાના ઘરમાં જ કરે. ઓગસ્ટ મહિનામાં કોઇ પણ પ્રકારની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તેજ રીતે તાજીયાના પણ ઝુલુસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત કોઇપણ જાહેર તહેવારો સામૂહિક રીતે ઉજવી કરી શકાશે નહીં. જે અંગેનું જાહેરનામું આગામી ટુંક દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.