ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે લીંબૂ, જાણો, તેના ફાયદાઓ વિશે…

લીંબૂ પાણી એટલે કે આપણું દેશી કોલ્ડ્રિન્ક! પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આ પીણું સ્વાસ્થ્ય અને સૌંદર્ય સાથે સંકળાયેલ એટલા ફાયદા અપાવે છે, જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય, દરેક ઘરમાં લીંબૂ સરળતાથી મળી રહે છે. શરબત, અથાણું જ નહીં લીંબૂનો ઉપયોગ કેટલાય પ્રકારની ઔષધિઓ બનાવવામાં પણ કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ તેને એક મહત્ત્વપૂર્ણ ફળ માનવામાં આવે છે. લીંબૂને આપણે ત્યાં સર્વશ્રેષ્ઠ રોગ નાશક અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર ફળ સ્વરૂપે પ્રાચીન કાળથી જ માન્યતા પ્રાપ્ત છે. લીંબૂ પોષકતત્ત્વથી ભરપૂર ફળ હોય છે. લીંબૂમાં વિટામિન સીનો ભંડાર હોય છે. લીંબૂમાં વિભિન્ન તત્ત્વ વિભિન્ન પ્રમાણમાં મળી આવે છે. લીંબૂનો ઉપયોગ કેટલીય રીતે કરી શકાય છે. જાણો, લીંબૂના ઉપયોગ વિશે…

મંજન

રસ નિકાળ્યા બાદ લીંબૂને ફેંકશો નહીં, તેની છાલને તડકામાં સારી રીતે સુકવી લો. સુકવ્યા બાદ તેને ક્રશ કર્યા બાદ કોઇ કપડાંની મદદથી બે વાર ગાળી લો. ઇચ્છા અનુસાર તેમાં થોડુંક મીઠું પણ ઉમેરી શકો છો. આ મંજનથી દાંત સાફ કરવાથી દાંત સાફ થવાની સાથે મોંઢા તેમજ શ્વાસની દુર્ગંધથી પણ છૂટકારો મળી શકે છે.

ખીલથી સુરક્ષા 

ઘણા બધા લોકોના ચહેરા પર ખીલની સમસ્યા રહે છે, તેની સારવાર પણ લીંબૂથી થઇ જાય છે. તેના માટે દોઢ ચમચી મલાઇમાં એક ચતુર્થાંશ લીંબૂ નિચોવીને દરરોજ ચહેરા પર લગાવવાથી ચહેરાનો રંગ સાફ થઇ જાય છે. ખીલથી પણ મુક્તિ મળી જાય છે. આ પ્રયોગ લગભગ એક મહીના સુધી કરવો જોઇએ.

કબજિયાતથી રાહત

સવારે ઉઠીને ખાલી પેટ બે ગ્લાસ પાણીમાં એક લીંબૂ અને થોડુંક મીઠું નાંખીને પીઓ. હંમેશા કબજિયાત રહેતો હોય તો સવાર-સાંજ આ લીંબૂ પાણી પીવું જોઇએ. કબજિયાતથી છૂટકારો મળી જશે.

ખાટ્ટા ઓડકાર

અયોગ્ય ખાણીપીણીના કારણે અપચો થવાથી શરીરમાં એસિડિટી વધી જાય છે અને ખાટ્ટા ઓડકાર આવવા લાગે છે. આ પરિસ્થિતિમાં પાણીમાં લીંબૂનો રસ, ખાંડ અને થોડુંક મીઠું મિક્સ કરીને પીવાથી આરામ મળે છે.

ઉલ્ટી

અડધા કપ પાણીમાં અડધા લીંબૂનો રસ થોડુંક જીરું અને એક ઇલાયચીના દાણાને ક્રશ કરીને મિક્સ કરી લો. બે-બે કલાક બાદ તેને પીવાથી ઉલ્ટી બંધ થઇ જાય છે.

પેટનો દુખાવો

મીઠું, અજમો, જીરું તેમજ ખાંડ સરખા પ્રમાણમાં લઇને ઝીણું દળી દો. તેમાં થોડોક લીંબૂનો રસ મિક્સ કરીને ગરમ પાણીની સાથે ખાવાથી આરામ મળે છે.

ગળામાં ખારાશ

હુંફાળા પાણીમાં લીંબૂનો રસ અને થોડુંક મીઠું મિક્સ કરીને બે-બે કલાક બાદ કોગળા કરવાથી ગળુ ઠીક થઇ જાય છે.

મોંઢાની દુર્ગંધ

એક અથવા અડધા કપ પાણીમાં લીંબૂ નિચોવીને કોગળા કરો. પાણીને મોંઢામાં આમ-તેમ ફેરવો. મોંઢાની દુર્ગંધ દૂર થવાની સાથે જ તેનાથી દાંતને તેમજ દાંતના અવાળાને પણ લાભ થાય છે.

સાંધાઓનો દુખાવો

અસરગ્રસ્ત અંગ પર લીંબૂના રસની માલિશ કરવાથી તેમજ લીંબૂ મિક્સ કરીને પાણી પીવાથી લાભ થાય છે.

ટાલ પડવી તથા વાળ ખરવા

વાળના સ્વાસ્થ્ય માટે લીંબૂ ખૂબ જ ફાયદાકારક ફળ છે. આ ટાલ પડવાની સમસ્યાને દૂર કરે છે. પાકા કેળામાં લીંબૂનો રસ મિક્સ કરી લો અને નિયમિત પણે તેને લગાવો વાળ ખરવાની સમસ્યા દૂર થશે. લીંબૂના રસને આમળાના ચૂર્ણમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ વધે છે, ડેન્ડ્રફ ખતમ થઇ જાય છે અને

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.