જીતની બાજી પલટાઈ / ઓસ્ટ્રેલિયાએ માત્ર ૧૯ રનમાં ગુમાઈ આટલી વિકેટ, વેસ્ટ ઇન્ડિઝ બન્યુ બાજીગર…

જે હારની બાજીને પલટી નાંખે તેને બાજીગર કહેવાય છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમે ઓસ્ટ્રેલિયા સામે આવી જ બાજીગરી દેખાડી છે. તેણે ઓસ્ટ્રેલિયાના મોં થી જીતનો કોળિયો છીનવી લીધો છે. તેણે હારેલી બાજીને પોતાના વશમાં કરીને દેખાડી દીધું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 7 ઓવરમાં 24 રન બનાવ્યા નહોતા. અને તે પણ પોતાના હાથમાં વિકેટો હતી છતાં પણ મેચ ગુમાવી. મેચની મુવમેન્ટ તેમની સાથે હતી. પરંતુ આ જ તો ક્રિકેટનો રોમાંચ છે. તેથી જ આ રમત અનિશ્ચિતતાઓમાંની એક હોવાનું કહેવાય છે. જે વિજય માટે વેસ્ટ ઇન્ડીઝે લગભગ આશા છોડી દીધી હતી તે તેમના પક્ષમાં આવી ગઈ. ઓસ્ટ્રેલિયા મેચ હારી ગયું. અને બાજીગર બનીને વેસ્ટઈન્ડિઝે 5 ટી-20 મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી.

https://www.youtube.com/watch?v=PTKVFeoDEDA

વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 6 વિકેટે 145 રન બનાવ્યા ;
મેચમાં વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 6 વિકેટે 145 રન બનાવ્યા હતા. કેરેબિયન ટીમને 150 રન સુધી સીમિત રાખવામાં ઓસ્ટ્રેલિયાના બોલર હેઝલવુડે મોટી ભૂમિકા નિભાવી હતી, જેણે 4 ઓવરમાં ૧૨ રન આપીને 3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની બેટિંગ તાકાત જોતાં 146 નો લક્ષ્યાંક મોટો ન હતો. પરંતુ, કેટલીક વખત સાદી દેખાતી વસ્તુ જ દગો આપી જાય છે. અને તેવું જ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે થયું છે.

ઓસ્ટ્રેલિયાના હાથમાં જ હતી જીત ;
ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ બીજી ઓવરમાં જ પડી ગઈ હતી. પરંતુ તે પછી ઇનિંગ્સ સારી થઈ ગઈ. જીત ચોક્કસ દેખાવા લાગી હતી. 10.2 ઓવર સુધી તેનો સ્કોર 4 વિકેટે 108 રન હતો. એટલે કે, વિજયથી ફક્ત 38 રન દૂર હતા અને 6 વિકેટ હાથમાં હતી. અને લગભગ 10 ઓવર બાકી હતી. એટલે આ કામ વધારે સરળ દેખાઈ રહ્યું હતું. પરંતુ, તેને હળવાશથી લેવું ઓસ્ટ્રેલિયાને ખૂબ મોંઘુ પડી ગયું.

ઓસ્ટ્રેલિયાની 19 રનમાં 6 વિકેટ પડી ગઈ ;
4 વિકેટે 108 રન બનાવીને રમી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમની આગળની 6 વિકેટ મફક્ત 19 રનમાં પડી ગઈ હતી. પરિણામે એ આવ્યું કે તેણે જીતેલી મેચ ગુમાવી દીધી. ફક્ત 127 રન બનાવીને આખી ટીમ ઢેર થઈ ગઈ હતી અને 18 રને મેચ હારી ગઈ હતી. યજમાન વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરો ગેલમાં આવી ગયા. ઓસ્ટ્રેલિયાની જીત છીનવીને હારમાં ફેરવનારા કેરેબિયન બોલરનું નામ ઓબેદ મકાઉ હતું, જેણે મેચમાં 4 ઓવર નાંખી 26 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સિવાય હેડન વોલ્શે 3 વિકેટ લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.