ઓસ્ટ્રેલિયા સરકારને પહેલેથી જ ખબર હતી તો શા માટે કરોડો જાનવર મોતને ભેટ્યા

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ હવે ઓલવાઇ રહી છે કારણ કે, છેલ્લા 36 કલાકમાં ઘણી જગ્યાઓ પર વરસાદ ખાબક્યો છે. પરંતુ ગત વર્ષ ડિસેમ્બરમાં લાગેલી આ ભયાનક આગ 6 મહિના સુધી સળગતી રહી અને ફેલાતી પણ રહી. આ આગથી લગભગ 25 લોકો અને 1 કરોડ જીવજંતુના માત નિપજ્યા. લગભગ 2500થી વધુ ઘરો આ આગની લપેટમાં આવી ખાખ થઇ ગયા. આ આગને રોકવાની કોશિશ થઇ શક્તી હતી પરંતુ ઓસ્ટ્રેલિયાની સરકારે તેની તૈયારી પહેલાથી કરી ન હતી. જ્યારે તેમને આ વાતની જાણકારી 12 વર્ષ પહેલા મળી ગઇ હતી કે, આટલી ભયાનક આગ ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગશે અને આટલું મોટું નુક્સાન થશે.

ઓસ્ટ્રેલિયાની સરકારને 2008માં જ એક રિપોર્ટ મળી ગયો હતો જેમાં લખ્યુ હતું કે, જો આવી રીતે જ ક્લાઇમેન્ટ ચેન્જ થતું રહ્યુ અને ગ્લોબલ વોર્મિંગ વધતી રહી તો 2020 પહેલા અથતા તેની શરૂઆતમાં ઓસ્ટ્રલિયામાં ભયાનક આગ લાગી શકે છે. અને ઓસ્ટ્રેલિયાનું તાપમાન ખુબ જ વધી શકે છે. ગત 6 મહિનાથી ઓસ્ટ્રેલિયાનાં જંગલમાં લાગેલી આગના કારણે ઓસ્ટ્રેલિયાનું સરેરાશ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઇ ગયું છે.

16 જાન્યુઆરી 2020નારોજ સંયુક્ત રાષ્ટ્રએ 2019ને વિતેલા 140 વર્ષનું બીજૂ સૌથી ગરમ વર્ષ ગણાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની સરકારને આ વિશે જાણકારી હતી તો તેમને આ વિશે કોઇ તૈયારી કેમ કરી નહી. એક વિજ્ઞાન મેગેઝીનમાં બતાવવામાં આવ્યું છે કે, 2008માં પ્રકાશિત થયેલી આ રિપોર્ટમાં ગારનોટ ચેપ્ટર 5 (Garnaut Chapter-5) સાફ-સાફ લખેલું હતું કે ક્લાઇમેન્ટ ચેંજ અને ગ્લોબલ વોર્મિંગથી 2020ની ઠીક પહેલા અથવા શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં ભયાનક આગ લાગી શકે છે અને દેશનું તાપમાન વધી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.