ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ભારતીયોને ઓસ્ટ્રેલિયા આવવાં આમંત્રણ આપ્યું, મોદી બોલ્યા- જરૂર આવીશું

સિડઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ભારતીય ક્રિકેટ ચાહકોને આવતા વર્ષે તેમના દેશમાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપ માટે આમંત્રણ આપ્યું છે. મોરિસને તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો ટ્વીટ કરીને ભારતીય ચાહકોને ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરવાની વિનંતી કરી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની ટ્વીટ પણ ટેગ કર્યું હતું અને પૂછ્યું હતું કે તેના પર (મોદી)નો અભિપ્રાય શું છે. વડાપ્રધાન મોદીએ પણ આ ટ્વીટનો જવાબ આપવા માટે કોઈ સમય લીધો ન હતો. મોદીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે વધુને વધુ પ્રવાસીઓ અને ક્રિકેટ પ્રેમીઓ ત્યાં આવશે.
પોતાના ટ્વિટમાં મોરિસને લખ્યું છે કે, ગઈ રાતની ટી -20 મેચ જોયા પછી, ઓસ્ટ્રેલિયા આવતા વર્ષે ટી -20 વર્લ્ડ કપનું આયોજન કરે તે વિશે ખરેખર ઉત્સાહિત છું. ઓસ્ટ્રેલિયન ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે એક અદભૂત નવી જાહેરાત બનાવી છે, જે ભારતીય ક્રિકેટ ચાહકોને અહીં આવવા માટે પ્રોત્સાહિત કરશે. નરેન્દ્ર મોદી તમને શું લાગે છે. ‘
સ્કોટ મોરિસનનાં આ ટ્વીટનો જવાબ આપતાં વડા પ્રધાને લખ્યું કે, ક્યૂટ વીડિયો. જ્યારે મારા સારા મિત્ર અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન વ્યક્તિગત રીતે આમંત્રણો મોકલી રહ્યા છે, ત્યારે મને ખાતરી છે કે વધુને વધુ પ્રવાસીઓ અને ક્રિકેટ પ્રેમીઓ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવાનું વિચારશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.