ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેઇનની મોટી ભૂલઃ કોહલી આઉટ હોવા છતાં ડીઆરએસ જ લીધી જ નહીં

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી શરુ થયેલી પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલી સામે ડીઆરએસ ન લઈને ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેઇને મોટું બ્લન્ડર કર્યુ હતુ. નાથન લિયોનની બોલિંગમાં બોલ વિરાટ કોહલીના ગ્લોવ્સને સ્પર્શ કરીને ફિલ્ડરના હાથમાં ગયો હતો. મેથ્યુ વેડ આ અંગે વધારે ઉત્સાહિત હતો, કોહલીએ પણ ઓસ્ટ્રેલિયન પ્લેયરો સાથે વાત કરી હતી. પરંતુ છેવટે ઓસ્ટ્રેલિયાએ ડીઆરએસ ન લેવાનો નિર્ણય લીધો હતો.

કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ જણાવ્યું હતું કે મને આશ્ચર્ય થયું કે તેઓએ ડીઆરએસ કેમ ન લીધી. સિરીઝમાં ત્રણ ડીઆરએસ રેફરલ તો મળે છે. પેઇન રિવ્યુ લેતા અચકાતો હતો અને તેની કોમેન્ટરી બોક્સમાં પણ ચર્ચા થઈ હતી. છેવટે પેઇને રીવ્યુ ન લેવાનો નિર્ણય લીધો હતો. આવી જ સ્થિતિ પૂજારાની હતી. ચેતેશ્વર પૂજારા ૪૩ રને લિયોનની ઓવરમાં લબુશેનના હાથમાં કેચઆઉટ થતાં અમ્પાયરે આઉટ અપ્વા પહેલા ચાલવા લાગ્યો હતો. તેના પગલે તરત જ કોમેન્ટેટરોએ જણાવ્યું હતું કે જો પૂજારા ચાલવા માંડયો ન હોત તો અમ્પાયરે તેને નોટઆઉટ જ આપ્યો હોત.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.