રવિવારની સવાર ક્રિકેટ પ્રેમીઓ માટે એક દુઃખદ સમાચાર લઈને આવી છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર દુર્ઘટનામાં નિધન થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે રાતે ટાઉન્સવિલેમાં તેમની કાર રોડ પરથી ઉતરી ગઇ અને દુર્ઘટનામાં ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું મોત થઈ ગયું.અને એન્ડ્ર્યુ સાયમન્ડ્સના નિધન બાદ ફેન્સ સહિત રમત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટે મહાન સ્પિનર શેન વૉર્નને પણ ગુમાવ્યા હતા.
પોલીસના નિવેદબ મુજબ, શરૂઆતી જાણકારીથી સંકેત મળે છે કે રાત્રે 11 વાગ્યા બાદ એલિસ રિવર બ્રિજ પાસે હર્વે રેન્જ રોડ પર કાર ચલાવવામાં આવી રહી હતી, રોડ પરથી હટ્યા બાદ કાર સરકી અને આ અકસ્માત થઈ ગયો. ઇમરજન્સી સેવાઓએ 46 વર્ષીય ડ્રાઇવરને બચાવવાનો પ્રયત્ન કર્યો. જોકે તેમની ઇજાના કારણે મોત થઈ ગયું. ફોરેન્સિક ક્રેશ યુનિટ તપાસ કરી રહી છે. અને મળતા એક રિપોર્ટ મુજબ, એન્ડ્ર્યુ સાયમન્ડ્સના પરિવારે તેમના નિધનની પુષ્ટિ કરતા એક નિવેદન જાહેર કર્યું અને લોકોની સહાનુભૂતિના વખાણ કર્યા અને કહ્યું કે તેમની અંગતતાનું સન્માન કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.