ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હેડે રચ્યો ઇતિહાસ.

WTCની ફાઈનલ ટેસ્ટ મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારતને પાછળ ધકેલી દીધું હતું. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવી 327 રન બનાવી લીધા હતા. ટ્રેવિસ હેડ 146 રન અને સ્ટીવ સ્મિથ 95 રન પર રમી રહ્યા હતા. બંને વચ્ચે અત્યાર સુધીમાં 251 રનની ભાગીદારી થઈ છે. ટ્રેવિસ હેડની ટેસ્ટમાં આ છઠ્ઠી સદી છે. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ટ્રેવિસ હેડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના ઈતિહાસમાં સદી બનાવનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બની ગયો છે.

ટ્રેવિસ હેડની સદી સાથે 48 વર્ષ પછી આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ બેટ્સમેને ICC ફાઇનલમાં પાંચમા નંબર પર સદી બનાવી હોય. આ પહેલા વર્ષ 1975ના વર્લ્ડ કપમાં આ પ્રકારનું કાર્ય થયું હતું. તે વર્લ્ડ કપ ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ક્લાઇવ લોયડે પાંચમાં નંબર પર સદી ફટકારી હતી. આ સાથે સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ WTCની ફાઇનલમાં 200 રનની ભાગીદારી કરનાર પ્રથમ જોડી પણ બની ગઈ છે. બંનેએ મળીને ભારતીય બોલરોને ખૂબ જ હેરાન કર્યા હતા. આ સાથે જ હેડ ICC ફાઇનલમાં સદી ફટકારનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન પણ બની ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.