ઓટો સેક્ટરને લોકડાઉનના કારણે રોજ 2300 કરોડનુ નુકસાન

2018થી મંદીનો માર સહન કરી રહેલા ઓટો સેક્ટર પર લોકડાઉન ભારે પડી રહ્યુ છે. સીયામ(સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ)નુ કહેવુ છે કે, લોકડાઉનના કારણે ઓટો કંપનીઓને રોજ 2300 કરોડ રુપિયાનુ નુકસાન થઈ રહ્યુ છે.

રિપોર્ટ પ્રમાણે ઓટો સેક્ટરમાં લોકડાઉનમાં અત્યાર સુધીમાં 46000 કરોડનુ નુકસાન થઈ ચુક્યુ છે. સીયામના અધ્યક્ષ રાજેશ વઢેરાના કહેવા પ્રમાણે ઓટો સેક્ટરે માર્ચ મહિનામાં કુલ 14.47 લાખ વાહનો બનાવ્યા છે. જ્યારે 2019ના માર્ચ મહિનામાં 21.80 લાખ વાહનો બનાવ્યા હતા. આમ વાહનોના ઉત્પાદનમાં 33 ટકાનો ઘટાડો આવ્યો છે.

બીજી તરફ કુલ વાહનોના વેચાણમાં માર્ચ 2019ના મુકાબલે માર્ચ 2020માં 18 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. હવે ઓટો કંપનીઓ પ્રી બૂકિંગ માટે વાહનો લોન્ચ કરી રહી છે. ગ્રાહકોને શો રુમની જગ્યાએ ઘરે ડિલિવરી આપવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.