Aviation Industry Career: એવિએશન ફીલ્ડમાં બનાવી શકો છો શાનદાર કરિયર, પાયલટ બની થશે લાખોની કમાણી

Career In Aviation Sector: આજના સમયમાં એવિએશન ઈન્ડસ્ટ્રીમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તમે પણ એવિએશન ફીલ્ડમાં કરિયર બનાવી શકો છો. પાયલટ બની તમે દુનિયામાં ફરવાની સાથે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.

Aviation Industry Career Options: જો તમે 12 પાસ કર્યા બાદ કંઈક સારૂ કરવા ઈચ્છો છો, પરંતુ કન્ફ્યુઝ છો કે કઈ ફીલ્ડમાં જવું જોઈએ તો તમારા માટે આ આર્ટિકલ ખુબ કામનો બની શકે છે. જો તમે પાયલટ બની આકાશમાં ઊંચી ઉડાન ભરી શકો છો. આ ક્ષેત્રમાં કરિયર બનાવવા વિશે ખુબ ઓછા લોકો વિચારે છે, કારણ કે જાણકારીનો અભાવ રહે છે. પરંતુ આજકાલ કરિયર પ્રમાણે યુવાઓની પાસે ખુબ સારા વિકલ્પ હાજર છે. પાયલટ બન્યા બાદ તમે લાખોની કમાણી કરી શકો છો.

જો તમે સમય રહેતા આ ક્ષેત્રમાં તમારૂ કરિયર બનાવવા વિશે વિચારો છો તો તમે જલ્દી કરિયરમાં ગ્રોથ પણ મેળવી શકો છો. આ ફીલ્ડમાં સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં ભરપૂર તક છે.

આ જોઈએ ક્વોલિફિકેશન
આ ફીલ્ડમાં કરિયર બનાવવા માટે ધોરણ 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષયની સાથે ઓછામાં ઓછા 50 ટકા હોવા જરૂરી છે. ત્યારબાદ એવિએશન સંસ્થામાં એડમિશન માટે એન્ટ્રસ એક્ઝામ, મેડિકલ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ ક્લિયર કરવું પડશે. આ દરેક રાઉન્ડ ક્લિયર કર્યા બાદ તમને પ્રવેશ મળી જાય છે. અહીં તમને પ્લેન સાથે જોડાયેલી દરેક વસ્તુ ભણાવવાની સાથે ઉડાનની તાલીમ આપવામાં આવે છે.

એરફોર્સ જોઈન કરવાની તક
ઈન્ડિયન એરફોર્સમાં પાયલટ બનવાનું સપનું ધરાવો છો તો તમારે ધોરણ 12 બાદ યુપીએસસી એનડીએ એક્ઝામ, એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ, એનસીસી સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ એક્ઝામ પાસ કરવી પડશે, ત્યારબાદ પસંદ થયેલા ઉમેદવારોને ઈન્ડિયન એરફોર્સ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. તો તમે ઈન્ડિયન એરફોર્સમાં પાયલટની નોકરી માટે કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસની પરીક્ષા પણ આપી શકો છો.

કોમર્શિયલ પાયલય
ધોરણ 12 બાદ એવિએશન સંસ્થાથી ટ્રેનિંગ લઈને કોમર્શિયલ પાયલટ પણ બની શકો છો. ટ્રેનિંગ પૂરી કર્યા બાદ તમારે કોમર્શિયલ પાયલટ લાયસન્સ માટે ફિટનેટ ટેસ્ટ અને રિટન એક્ઝામ આપવી પડે છે. ત્યારબાદ સફળ ઉમેદવાર કોમર્શિયલ પાયલટ તરીકે પોતાનું કરિયર શરૂ કરી શકે છે.

મળે છે આટલો પગાર
જાણકારી પ્રમાણે એરફોર્સ ઓફિસરનો પગાર 56100 રૂપિયાથી શરૂ થાય છે. કોમર્શિયલ પાયલટ તરીકે તમે મહિને એક લાખ સુધીની કમાણી કરી શકો છો. અનુભવની સાથે સાથે પગાર વધતો રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.