આવતા વર્ષે જૂન પછી દેશમાં જિઓ 5G લોન્ચ થશે : મુકેશ અંબાણી

– ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2020માં અંબાણીની જાહેરાત

– 5-જીની મદદથી વિશ્વમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આવશે અને ભારત તેનું નેતૃત્વ પણ કરશે : અંબાણી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મંગળવારે વર્ષ 2021ના બીજા છ માસમાં એટલે કે આગામી વર્ષે જૂન પછી 5-જી (5G) ટેલિકોમ સેવા શરૂ કરવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં દરેક જગ્યાએ અફોર્ડેબલ રીતે ઉપલબૃધ થાય તેવી અલ્ટ્રા-હાઈ-સ્પીડ 5-જી (5G) સેવા વહેલી તકે શરૂ કરવા માટે નીતિવિષયક પગલાં લેવાય તે જરૂરી છે.

તેમણે દેશમાં હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ વિકસાવવા માટે પણ તરફેણ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ટેલિકોમ જેવા અત્યંત મહત્વના ક્ષેત્રમાં ભારતે આયાત પર નિર્ભર રહેવું ન જોઈએ. મુકેશ અંબાણીની ચાર વર્ષ પહેલાં રજૂ થયેલ જિયો ટેલિકોમ સાહસે મફત વોઈસ કોલિંગ અને ડેટા માટે સૌથી સસ્તા દર ઓફર કરીને ટેલિકોમ ઉદ્યોગમાં ટોચનું સૃથાન હાંસલ કરી લીધું છે.

5-જી પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક છે, જે મશીન્સ, વસ્તુઓ અને ડિવાઈસીસ સહિત પ્રત્યેક વસ્તુને પ્રત્યેક વ્યક્તિ સાથે વર્ચ્યુઅલી સાંકળશે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (2020) દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વમાં સૌથી સારી રીતે ડિજિટલી સંકળાયેલા રાષ્ટ્રોમાંથી એક છે.

ડિજિટલ ક્ષેત્રમાં આ આગેકૂચ જાળવી રાખવા માટે દેશમાં 5-જી સેવા વહેલી તકે શરૂ કરવા માટે નીતિવિષયક પગલાં ઝડપથી લેવામાં આવે અને આ સેવા પરવડે તેવા દરે અને બધા માટે ઉપલબૃધ થાય તે જરૂરી છે. હું આપને વચન આપું છું કે જિયો ભારતમાં 2021માં જૂન પછીના છ માસમાં 5-જી ક્રાંતિ લઈને આવશે.

જિયોની 5-જી સેવા સ્વદેશી સ્તરે વિકસાવાયેલા નેટવર્ક, હાર્ડવેર અને ટેક્નોલોજી કોમ્પોનન્ટ્સ પર આધારિત હશે. જિયોની 5-જી સેવા આત્મનિર્ભર ભારતના આપણા વિઝનના પુરાવારૂપ હશે. 5-જીની મદદથી વિશ્વમાં માત્ર ચોથી ઔદ્યોગિક ક્રાંતિ જ નહીં આવે, પરંતુ ભારત તેનું નેતૃત્વ પણ કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2020ના સંબોધનમાં રિલાયન્સના ચેરમેને સરકારને ચાર સલાહ આપી હતી. તેમણે કહ્યું કે 2-જી યુઝર્સને સ્માર્ટફોન પર શિફ્ટ કરવાથી લઈને ભારતમાં ઝડપથી 5-જી લોન્ચ કરવા માટે સરકારે નીતિવિષયક પગલાં લેવા પડશે. ભારતમાં હજી પણ 30 કરોડથી વધુ મોબાઈલ વપરાશકારો 2-જીનો જ ઉપયોગ કરી રહ્યા છે.

તેમણે એમ પણ કહ્યું કે આ યુઝર્સને પરવડે તેવા સ્માર્ટફોન્સ અપાવવા માટે તાત્કાલિક પોલિસી સ્ટેપ લેવા જોઈએ, જેથી તેઓ તેમના બેન્ક ખાતાઓમાં સીધા ટ્રાન્સફરની સુવિધાઓ મેળવી શકે અને ડિજિટલ ઈકોનોમીમાં સક્રિય રીતે ભાગીદારી કરી શકે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.