આવતા વર્ષે સ્કૂલ સંચાલકો વાલીઓ પાસેથી વધારે ફી ઉઘરાવે તેવી શક્યતા

અમદાવાદ. સ્કૂલ સંચાલકો આ વર્ષની ખોટ આ‌વતા વર્ષમાં દર્શાવી તેને એફઆરસી સમક્ષ મૂકી વાલીઓ પાસેથી દોઢ ગણી ફી વસૂુલે તેવી આશંકા છે. કોરોનાને કારણે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઇન ચાલુ છે અને 3 મહિના શિક્ષણકાર્ય બંધ રહેતા વાલીઓની ફીમાં રાહતની માગ છે. સ્કૂલ સંચાલકો જણાવી રહ્યાં છે કે, ફી ન મળે તો સ્કૂલ ચલાવવામાં મુશ્કેલી થશે. આ મુદ્દે તજજ્ઞોએ જણાવ્યું હતું કે, ફી પૂરતા પ્રમાણમાં નહીં મળે તો આવતા વર્ષે સંચાલકો ખોટ દર્શાવીને ફી વધારાવી શકે છે.

ફી મામલે 10થી 15 ટકા ડિસ્કાઉન્ટની ફોર્મ્યૂલા પર કામ કરવું જોઈએ
રિટાયર્ડ ડીપીઓ કે.આર પોટાએ જણાવ્યું કે, એફઆરસી દસ્તાવેજોને આધારે ફી નક્કી કરશે. આવતા વર્ષે વાલીઓને દોઢી ફી ભરવી પડશે. તેથી જ ફી માફી કરતા ફી મુદ્દે ડિસ્કાઉન્ટની ફોર્મ્યૂલા પર કામ થવું જોઇએ. 1થી 15 હજારની ફીમાં 15 ટકા, 15થી 30 હજારની ફીમાં 10 ટકા એમ સરકાર અને સ્કૂલ સંચાલકો ફોર્મ્યૂલા પર કામ કરી શકે છે. એ પણ ધ્યાને લેવું પડશે કે સ્કૂલોની ઘણી પ્રવૃત્તિઓ આ વર્ષે થઇ જ નથી, તેવી પ્રવૃત્તિની ફી માફ કરવી જોઇએ. જેથી વાલીઓને પણ ફાયદો થશે અને સ્કૂલ સંચાલકોને પણ ખોટ સહન કરવી નહીં પડે.

હાલ ઓનલાઇન એજ્યુકેશનની ગુણવત્તા પર ભાર મૂકવાની જરૂર છે
IIM-Aના ભૂતપૂર્વ ડાયરેક્ટર બકુલ ધોળકિયાએ જણાવ્યું કે, ઓનલાઇન એજ્યુકેશનમાં ક્વોલિટી એજ્યુકેશન મહત્ત્વનો મુદ્દો છે. સ્કૂલોએ વાલીઓને ગુણવત્તાની બાહેધરી આપવી જોઇએ. સ્કૂલો બંધ હોવાથી 20 ટકા ખર્ચ બચ્યો છે. પરંતુ સમગ્ર ફી લેવા માટેનું લોજિક પણ સંચાલકોએ વાલીઓને સમજાવવું પડશે. વિદેશોમાં જ્યાં ઓનલાઇન શિક્ષણ છે ત્યાં વિદ્યાર્થી અને શિક્ષકોનું કામ વધી ગયું છે. કારણ કે ઓનલાઇન શિક્ષણમાં સતત મોનિટરિંગ અને એસેસમેન્ટ ખૂબ જ જરૂરી છે. ઓનલાઇન એજ્યુકેશન એ એક કળા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.