આવતીકાલે 12 સાયન્સનું પરિણામ જાહેર થશે, માર્કશીટ અને સર્ટિફિકેટ લેવા માટે જોવી પડશે રાહ

ગુજરાતના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ ગાંધીનગર દ્વારા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તા. 17-5-2020ને રવિવારે સવારે 8 કલાકે ઓનલાઈન જોવા મળશે. શિક્ષણ બોર્ડની વેબસાઈપર www.gseb.org પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે.

જવાબવાહી ચકાસણીનું અમદાવાદ ઝોનનું કામ પૂર્ણ થયું
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની જવાબવાહી ચકાસણીનું અમદાવાદ ઝોનનું કામ પૂર્ણ થયું છે. બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ સમયસર મળે તે હેતુથી કોરોનાના સંકટ વચ્ચે પણ શિક્ષકોએ એ ઉત્તરવહી ચકાસણીનું કામ ચાલુ રાખ્યું હતું.

અમદાવાદ રેડ ઝોનમાં હોવા છતા સાડા ત્રણ હજાર શિક્ષકોએ સંપુર્ણ સહકાર આપતા એક મહિનાથી પણ ઓછા સમયમાં અમદાવાદ 12.74 લાખ ઉત્તરવહી ચકાસવામા આવી છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે વેબસાઈટ પર મુકાઈ જશે. જ્યારે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 15 થી 20 જૂન વચ્ચે આવવાની શક્યતા છે. જેની હાલમાં તારીખ જાહેર કરાઈ નથી.

આવતી કાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ 2020ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્ર વિતરણની હાલમાં કોઈ તારીખ જાહેર કરાઈ નથી. ગુણચકાસણી – દફતર ચકાસણી – ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા વગેરેની જાહેરાત પછીથી કરવામાં આવશે

– રાજ્યમાં વિદ્યાર્થીઓને લઈને ખૂબ જ મોટા સારા સમચાર આવ્યા
– આવતીકાલે 12 સાયન્સનું પરિણામ જાહેર થશે
– 1 લાખ 45 હજાર વિધાયર્થીઓએ પરીક્ષા આપી હતી
– આવતીકાલે બોર્ડની વેબસાઈટ પરથી મળશે પરિણામ
– માર્કશીટ માટે નવી તારીખ જાહેર કરશે
– www.gseb.org પરથી સવારે 8 કલાકથી ઓનલાઇન જોઈ શકાશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.