એક્સપર્ટની માનીએ તો આવનારા મહિનામાં સોનાના ભાવ વધી શકે છે. આવતીકાલે અક્ષય તૃતીયાના દિવસે મોટી સંખ્યામાં લોકો સોનાની ખરીદી કરવાનું પસંદ કરે છે.
તમે 1 રૂપિયાથી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. અપસ્ટોક્સ ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મની મદદથી ગ્રાહક લાઈવ બજાર દરે 99.9 ટકાની શુદ્ધતાનું 24 કેરેટ ડિજિટલ ગોલ્ડ ખરીદી શકે છે.
MMTC-PAMP દુનિયાના સૌથી પહેલા ગોલ્ડ એકાઉન્ટમાંનું એક છે જેને ડિજિટલ રીતે એક્સેસ કરાય છે. તેમાં ગ્રાહકને 99.9 ટકા શુદ્ધ સર્ટિફાઈડ સોનું ફક્ત 1 રૂપિયામાં મળી શકે છે. તેને ખરીદી, વેચી અને રિડિમ કરી શકાય છે. આ સાથે તેને લાઈવ કિંમત પણ જાણી શકાય છે જે આંતરરાષ્ટ્રિય કિંમત સાથે લિંક હોય છે. આ ભારતમાં એકસમાન હોય છે. આ કિંમતો 365 દિવસ અને 24X7 મળી રહે છે. અહીં ગ્રાહકોને થોડા પ્રમાણમાં સોનું ખરીદવાનો અને જમા કરવાનો વિકલ્પ પણ મળે છે. તેમાં ફિઝિકલ ડિલિવરી પછી રિકવેસ્ટ કરાય છે
ખરીદાયેલા ગોલ્ડને ફરીથી ફિઝિકલ કોઈન્સ કે બારમાં બદલી શકાય છે. તેને બ્રિક્સ વૉલ્ટ માં સ્ટોર કરી શકાય છે. જે એક સુરક્ષિત અને લોકપ્રિ. વૉલ્ટ સેવા છે. ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ રીતે ડિજિટલ છે. તેનાથી ગ્રાહક પ્લેટફોર્મ પર ગોલ્ડ ખરીદી શકે છે અથવા નવા ખરીદેલા ગોલ્ડને રીડિમ કરી શકે છે. આ સિવાય અપસ્ટોક્સ જલ્દી ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડ ફિઝિકલ કોઈન્સમાં બદલવાનો ઓપ્શન આપે છે. તેને ભારતમાં ક્યાંય પણ 0.1 ગ્રામ સુધી ગોલ્ડ નિઃશુલ્ક ટ્રાંઝિટ ઈન્શ્યોરન્સ સાથે ડિલિવર કરાશે.
MMTC-PAMPના ડિજિટલ ગોલ્ડને સોનાની ખરીદીનો સુરક્ષિત ઉપાય માનવામાં આવે છે. તેમાં ખરીદાયેલું ડિજિટલ ગોલ્ડના દરેક ગ્રામ માટે MMTC-PAMP પોતાના વોલેટમાં ફિઝિકલ ગોલ્ડની સમાન ગુણવત્તા અને યોગ્ય માત્રામાં સ્ટોર કરે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.