ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ચાલુ વર્ષે લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 9 જૂનના રોજ(આવતીકાલે) જાહેર કરવામાં આવશે.આ પરિણામ સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે તેવી જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org જોઇ શકશે. નોંધનીય છે કે, આ વર્ષે ગણિતનું પેપર અઘરુ હોવાથી પરિણામ નીચું જવાની શક્યતા છે. તો આ વર્ષે પરીક્ષાની પેટર્ન બદલાતા પરિણામ પર અસર પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.