ભારતમાં કોરોનાના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉન-4 લાગુ કરવામાં આવ્યું છે. જો કે સરકારે લોકડાઉન-1 થી લોકડાઉન-4 સુધીમાં નિયમોમાં છૂટછાટ આપી છે. સરકારે લોકડાઉન-4 હેઠળ શ્રમિકોને પોતાના વતન જવા માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેન ચલાવી છે જ્યારે સરકાર દ્વારા હવે ડોમેસ્ટિક ફલાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આવતીકાલથી દેશભરમાં સ્થાનિક ઉડાનો શરૂ કરવામાં આવશે. જેને લઇને રાજ્ય સરકારો દ્વારા કેન્દ્રની અધિસુચના મુજબ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો કે હજુ સુધી ડોમેસ્ટિક ફલાઇટને લઇને ગુજરાત સરકાર અવઢવમાં જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા એ નક્કી કરવામાં આવ્યું નથી કે ફલાઇટમાં આવનારા પ્રવાસીઓને ક્વોરન્ટાઇન કરવા કે નહીં.
દેશમાં આવતીકાલથી ડોમેસ્ટિક ફ્લાઇટો ફરી શરૂ થશે. ગુજરાત આવતા પ્રવાસીઓને લઇને સરકાર દ્વિધામાં છે. પ્રવાસીઓને ક્વોરન્ટાઇન કરવા કે નહીં હજુ ક્લીયર નહીં.
જ્યારે અન્ય રાજ્યોએ ક્વોરન્ટાઇન માટેના દિવસો નક્કી કર્યા છે. કર્ણાટક, કેરળ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, અસમમાં ક્વોરન્ટાઈન કરવામાં આવશે. જેમાં કેરળમાં પ્રવાસીઓ જશે તો 14 દિવસ ક્વોરન્ટાઈન કરાશે.
જો કે ભાજપ શાસિત આસામમાં 7 દિવસ ઈન્સ્ટિટ્યુશ્નલ અને 7 દિવસ હોમ ક્વોરન્ટાઈન કરાશે. આ સાથે ઉત્તરાખંડમાં 10 દિવસ ક્વોરન્ટાઈન કરાશે.
જ્યારે ગોવામાં ફ્લાઈટથી આવનાર મુસાફરનું એન્ટિબોડી ટેસ્ટિંગ કરવા દરખાસ્ત કરાઇ છે. આમ દેશના અન્ય રાજ્યો દ્વારા મુસાફરોને લઇને ક્વોરન્ટાઇન અંગેનો નિર્ણય લઇ લેવામાં આવ્યો છે તેમ છતા હજુ સુધી ગુજરાત સરકાર આવનારા પ્રવાસીઓને લઇને દ્વિધામાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.