ભારતીય રેલવેએ 80 નવી પેસેંજર ટ્રેનો શરૂ કરવાની યોજનાની તથા એની ટિકિટના બુકિંગની વ્યવસ્થાની જાહેરાત કરી હતી.
શરૂ થનારી ટ્રેનોમાં શતાબ્દી અને હમસફર ટ્રેનોનો સમાવેશ કરાયો હતો. આ ટ્રેનોની ટિકિટનું બુકિંગ ગુરૂવાર 10 મી સપ્ટેંબર સવારથી શરૂ કરાયું હતું. રેલવેએ કરેલી જાહેરાત મુજબ કોઇ રેલવે સ્ટેશનની ટિકિટ વિન્ડો ઉપરાંત ઓનલાઇન બુકિંગ પણ કરી શકાશે. ઉપરાંત તત્કાળ ટિકિટના બુકિંગની જાહેરાત પણ કરવામાં આવી હતી.
રેલવેએ જાહેર કરેલી કેટલીક ટ્રેનો એવી છે જેની તત્કાળ ટિકિટ બેઠકોનો ચાર્ટ તૈયાર થાય ત્યાં સુધી બુક કરી શકાય છે. જો કે તત્કાળ ટિકિટ રદ કરાવો તો કોઇ રિફંડ મળતું નથી. એજ રીતે તત્કાળ ટિકિટમાં સિનિયર સિટિઝનની કે એવી કોઇ રાહત મળતી નથી. ટિકિટના પૂરા પૈસા ચૂકવવા પડે છે.
જે 80 ઉતારુ ટ્રેનો શરૂ કરાઇ રહી છે એની યાદી પણ રેલવેએ પોતાની વેબસાઇટ પર મૂકી હતી.
રેલવેએ એવો દાવો પણ કર્યો હતો કે હવે કોઇને વેઇટિંગ ટિકિટ નહીં આપવામાં આવે. દરેક પેસેંજરને કન્ફર્મ્ડ ટિકિટજ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.