આવતી કાલે સવારે 8 કલાકે ચીનની સરહદે યોજાશે ભારત-ચીનના સૈનિકો વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક

LAC ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ અટકશે નહીં અને કોઈ પણ કિંમતે ચીનને આગળ નહીં વધવા દેવાય આ બે મુદ્દે ભારત સ્પષ્ટ

 

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આવતીકાલે 6 જૂનના રોજ સવારે 8 કલાકે કમાન્ડર સ્તરની બેઠક યોજાશે. જોકે આ બેઠક હવામાન પર નિર્ભર છે અને વાતાવરણ સારૂં રહેશે તો જ આ બેઠક યોજાશે. ભારત તરફથી આશરે 10 લોકો આ બેઠકમાં સહભાગી બનશે અને તે ચીનની સરહદમાં મોલદો ખાતે યોજાશે.

શનિવારે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક યોજાશે. લેહ ખાતેની 14મી કોરના કમાન્ડર પોતાના સમસ્તરીય ચીની અધિકારીઓ સાથે ચર્ચા કરશે. અગાઉ ભારત અને ચીની સેનાના બ્રિગેડિયર્સ સ્તરની બેઠકમાં કોઈ ઉકેલ નહોતો આવ્યો અને છેલ્લા એક મહીનાથી લદ્દાખમાં પૈંગોંગ સરોવર પાસે ગાલવાન ઘાટીમાં બંને દેશોની સેનાઓ સામસામે છે.

વર્ષ 2017માં ડોકલામ ખાતે 73 દિવસ સુધી બંને દેશ વચ્ચે તણાવ રહ્યો ત્યારબાદ પ્રથમ વખત લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર આટલા લાંબા સમય સંઘર્ષ ચાલ્યો છે. એક અહેવાલ પ્રમાણે ભારતનું વલણ બે મુદ્દે એકદમ સ્પષ્ટ છે અને તેના સાથે કોઈ જાતની સમજૂતી ન થઈ શકે. પહેલું કે એલએસી ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ અટકશે નહીં અને ધીમું પણ નહીં પડે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.