કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે. નારાણપુરા વોર્ડ ખાતે રવિવારે તેઓ મતદાન કરશે.
ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જનસંપર્ક માટે ઝંઝાવાતી પ્રચાર કરવા જઈ રહ્યા છે
800 કરોડ કરતા પણ વધારેની કિંમત સાથે તૈયાર થયેલા મોટેરા સ્ટેડીયમનું રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી અમિતશાહના હસ્તે 24મીએ લોકાર્પણ પણ થવાનું છે.
સ્ટેડીયમ પરિસર બાદ મુખ્ય મેદાન અને પેવેલિયન પર જવા માટે પણ ખાસ ચાર દિશામાં ચાર એન્ટ્રી પોઈન્ટ રાખવામાં આવ્યા છે. 1.10 લાખ લોકોની બેઠક ક્ષમતા વાળા સ્ટેડીયમમાં પ્રવેશ માટે અનુચિત એન્ટ્રી પોઈન્ટ રાખવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આવશે અમદાવાદ
આ ચૂંટણીમાં મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે.
ભારત-ઇગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં પણ રહેશે ઉપસ્થિત
નોંધનીય છે કે ઘણા મહિનાઓ બાદ અમદાવાદમાં મેચ થવા જઈ રહી છે અને મોટેરા સ્ટેડિયમમાં મેચને લઈને અમદાવાદના લોકોમાં ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં મતદાન કર્યા બાદ મોટેરા સ્ટેડિયમમાં મેચ નિહાળવા જશે
મોટેરા સ્ટેડિયમની એન્ટ્રીતો જોઈ. પરંતુ દર્શકોને તો સ્વાભાવિક પણ સ્ટેડિયમ અંદરથી કેવું સુંદર અને કેટલું વિશાળ છે તે જોવાની ઉત્તેજના હશે. આવો જરા મોટેરાની અંદરનું સુંદરતા અને ખાસિયત પણ જોઈ લઈએ.
1.10 લાખ દર્શકો અહીં એક સાથે મેચ નિહાળી શકે છે. એટલું જ નહીં સ્ટેડિયમ એટલા માટે પણ ખાસ છે. કારણ કે, અહીં કૅલ 11 પીચ આવેલી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.