રોકાણકારો સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાના આધારે બજાર મૂલ્યથી ઓછા ભાવે સોનું ખરીદી શકે છે. આ યોજના એક વાર ફરીથી 5 દિવસ માટે એટલે કે 24 મેથી 28 મે સુધી ખુલશે…….ફરી વાર સરકારે કિંમત નક્કી કરી છે અને તેને આવતીકાલે રોકાણકારો માટે ફરીથી 5 દિવસ માટે ખોલવામાં આવશે.
સોવરેન ગોલ્ડ બોન્ડના બીજા હપ્તા માટેની કિંમત 4842 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ બોન્ડ આવતીકાલથી ખૂલશે. આ પહેલા 17-21મેના સમયે તેની કિંમત 4777 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રાખવામાં આવી હતી.
⇒સ્કીમમા નિયમ અનુસાર વ્યક્તિગત રોકાણ અને હિંદુ અવિભાજિત પરિવાર એક વર્ષમાં 1 ગ્રામથી 4 કિલો સોનું ખરીદી શકે છે. ટ્રસ્ટ અને અન્ય કોઈ સંસ્થા દર વર્ષે 20 કિલો સુધી સોનું ખરીદી શકે છે.
→મેચ્યોરિટી પર ટેક્સ ફ્રી હોય છે.
→ભારત સરકાર દ્વારા સમર્થિત હોવાથી ડિફોલ્ટનો ખતરો રહેતો નથી.
→ફિઝિકલ ગોલ્ડને બદલે ગોલ્ડ બોન્ડને મેનેજ કરવાનું સરળ અને સેફ રહે છે.
→તેમાં પ્યોરિટીની કોઈ ઝંઝટ રહેતી નથી અને કિંમતો સૌથી શુદ્ધ સોનાના આધારે નક્કી કરાય છે.
→તેમાં એક્ઝિટના સરળ વિકલ્પ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.