અક્ષય કુમારની આગામી ફિલ્મમાં અરશદ વારસી પણ મહત્વના રોલમાં જોવા મળશે

– આ ફિલ્મમાં કૃતિ સેનોનને સાઇન કરવામાં આવી છે

અક્ષય કુમારની આગામી ફિલ્મ બચ્ચન પાંડે છે, જેમાં હવે તેની સાથે અરશદ વારસી પણ જોડાયો છે. આ ફિલ્મમાં કૃતિ સેનોન તો કામ કરી રહી છે, ઉપરાંત એક અન્ય હિરોઇનને પણ સાઇન કરવાનો નિર્ણય જલદી જ લેવામાં આવશે.

એક રિપોર્ટના અનુસાર, ફિલ્મના મેકર્સ એક એવા એકટરની ્શોધમાં હતા જે અક્ષય સાથે કોમિક ટાઇમિંગને મેચ કરી શકે. આ પાત્ર માટે તેમને અરશદ વારસી જ યોગ્ય લાગ્યો હતો. ફિલ્મમાં અરશદ અક્ષયના મિત્રની ભૂમિકામાં જોવા મળશે. અક્ષય આ ફિલ્મમાં ગેન્ગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે. જેને એકટર બનવાના હેવા લાગ્યા હોય છે.

ક્રિતી સેનોન આ ફિલ્મમાં જર્નાલિસ્ટના પાત્રમાં જોવા મળવાની છે. આ પહેલા પણ અક્ષય અને ક્રિતી  ફિલ્મમાં સાથે જોવા મળી છે. બીજી વખત તેઓ રૂપેરી પડદે સાથે જોવા મળશે.

આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીના ૨૦૨૧માં જેસલમેરમાં શરૂ થાય તેવી શક્યતા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.