અક્ષય કુમાર દુનિયાનો છઠ્ઠો સૌથી વધુ કમાણી કરનારો અભિનેતા

– 48.5 મિલિયન ડોલર કમાઇને બન્યો

– આ બાબતે તેણે સલમાન ખાન અને શાહરૂખ ખાનને પણ પાછળ છોડી દીધા

અક્ષય કુમાર જ બોલીવૂડમાં એક એવો અભિનેતા છે, જે વરસની ત્રણ-ચાર ફિલ્મો કરી લે છે. આ ઉપરાંત તે એન્ડોર્સમેન્ટમાં પણ જોવા મળે છે.

હાલમાં જ તેણે દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારાની આઇ ફોર્બ્સની યાદીમાં  છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. પ્રથમ દસની યાદીમાં તે ૪૮.૫ મિલિયન ડોલર કમાણી કરીને છઠ્ઠા સ્થાને આવ્યો છે. રૂપિયામાં આ રકમ ૩૬૨ કરોડ જેટલી થાય છે. આ યાદીમાં તેણે ગ્લોબલ સ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનને પાછળ છોડી દીધા છે.

અક્ષયની હાલની ફિલ્મ લક્ષ્મી બોમ્બ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. જોકે આ ફિલ્મને આશા પ્રમાણે સફળતા મળી નહોતી. આ પછીની અક્ષયની ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ છે જે માનુષી છિલ્લર સાથે છે. તેમજ કૃતિ સેનન, બચ્ચન પાંડે, સારા અલી ખાન અને ધનુષ સાથેની અતરંગી રે ફિલ્મ છે. એટલું જ નહીં તેણે વાણી કપૂર સાથેની ફિલ્મ બેલ બોટમનું શૂટિંગ પુરુ કરી નાખ્યું છે. ફિલ્મો ઉપરાંત એકટરની વધુ પડતી કમાણી પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.