અક્ષયની ‘લક્ષ્મી બોમ્બ’ પણ વિવાદોમાં, લવ જેહાદને પ્રમોટ કરવાનો આરોપ

અક્ષય કુમારની આગામી દિવસોમાં રિલિઝ થનારી ફિલ્મ લક્ષ્મી બોમ્બ પણ હવે વિવાદોમાં ફસાઈ છે.

ફિલ્મનુ ટ્રેલર રિલિઝ થયા બાદ કેટલાક લોકો તેની સ્ટોરીથી નાખુશ છે.રાષ્ટ્રિય હિન્દુ સેના નામના સંગઠને આ ફિલ્મ પર લવ જેહાદને પ્રમોટ કરવાનો આરોપ લગાવ્યો છે.સંગઠને સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખીને ફિલ્મને બેન કરવાની માંગણી કરી છે.

હિન્દુ સેનાએ આ પત્ર શેર કરતા કહ્યુ છે કે, અમે માંગ કરી છે કે, ફિલ્મના કલાકારો તેમજ નિર્માતા સામે કાર્યવાહી કરવામાં આવે કારણકે ફિલ્મમાં હિન્દુ દેવી લક્ષ્મી માતાનુ અપમાન કરાયુ છે.જો ફિલ્મનુ નામ નહીં બદલાય તો રિલિઝ સમયે થીયેટરોની બહાર અમે દેખાવો કરીશું.

સંગઠનનુ કહેવુ છે કે, ફિલ્મનુ ટાઈટલ પણ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવે તેવુ છે. નિર્માતા ફિલ્મનુ નામ પણ બદલે.ફિલ્મનુ નામ હિન્દુઓની દેવી પર રાખવામાં આવ્યુ છે.તેની સાથે બોમ્બ જેવો શબ્દ જોડવો આપત્તિ જનક છે.હિન્દુઓને ઉશ્કેરવા માટે જાણી જોઈને આવુ નામ રાખવામાં આવ્યુ છે.ઉપરાંત ફિલ્મમાં મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીની લવ સ્ટોરી બતાવાઈ છે.જાણી જોઈને હીરોનુ નામ આસિફ અને હિરોઈનનુ નામ પ્રિયા રાખવામાં આવ્યુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.