અક્ષય કુમારની આગામી ફિલ્મ ભગવાન રામ પર આધારિત હશે

બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી વધુ વ્યસ્ત સ્ટાર છે. દીવાળીના દિવસે અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી છે. અભિનેતા દિગ્દર્શક અભિષેક શર્માની ફિલ્મ રામ સેતુમાં કામ કરવાનો છે. નિર્માતાઓએ આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર પણ રિલીઝ કર્યું છે.બહાર પાડેલા બે પોસ્ટર્સમાં અક્ષય એક સામાન્ય પુરુષની માફક જજોવા મળે છે જ્યારે બ્રેક ગ્રાઉન્ડમાં પ્રભુ શ્રી રામનું પોસ્ટર દેખાઇ રહ્યું છે.

અક્ષયે આ ફિલ્મની ઘોષણા કરતા લખ્યું છે કે,ભારત રાષ્ટ્રના આદર્શ અને મહાનાયક ભગવાની  શ્રી રામની પુણ્ય સ્મૃતિઓને યુગ યુગ સુધી ભારતની ચેતનમાં સુરક્ષિત રાખવા માટે આ દીવાળીએ એક એવો સેતુ બનાવીએ જે આવનારી પેઢીઓને ભગવાન રામ સાથે જોડાયેલો રાખે. આ જ પ્રયા,માં અમારો પણ એક નાનકડો સંકલ્પ છે-રામ સેતુ.તમને દરેકને  શુભ કામનાઓ. અક્ષય કુમારે બહાર પાડેલું આ પોસ્ટર સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે.

આ ફિલ્મને અરુણ ભાટિયા અને વિક્રમ મલ્હોત્રા પ્રોડયુસ કરવાના છે. તેમજ ક્રિએટિવ પ્રોડયુસર ડોકટર ચંદ્ર પ્રકાશ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.