અક્ષય કુમારની આગામી ફિલ્મનું શિર્ષક બદલવામાં આવ્યું

અક્ષય કુમાર અને કિયારા અડવાણીની આવનારી ફિલ્મ લક્ષ્મી બોમ્બના ટ્રેઇલર રીલિઝ પછી ફિલ્મ વિવાદમાં આવી ગઇ હતી. હવે મેકર્સે આ ફિલ્મનું  શિર્ષક બદલીને લક્ષ્મી કર્યું છે.

રિપોર્ટના અનુસાર, ફિલ્મના દિગ્દર્શકરાઘવ લોરેન્સ આજે સેન્સર સર્ટિફિકેટ માટે ગયા હતા. ત્યારે તેમણે સીબીએફસી સાથે ચર્ચા કરી હતી. આ પછી દર્શકોની લાહણીને ધ્યાનમાં રાખીને તેમણે ફિલ્મના શિર્ષકને બદલવાનો નિર્ણય લીધો હતો. તેમણે અને ફિલ્મના નિર્માતા શબીના ખાન, તુષાર કપૂર અને અક્ષય કુમારએ આ ફિલ્મનું શિર્ષક લક્ષ્મી બોમ્બના સ્થાને લક્ષ્મી કર્યું છે.

હવે અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ લક્ષ્મીના નામથી રીલિઝ કરવામાં આવશે. આ ફિલ્મને ૯ નવેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઘણા સંગઠનોએ આ ફિલ્મનું ટાઇટલ બદલવાની માંગણી કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.