– આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, જોન અબ્રાહમ અને જેકલિન ફર્નાન્ડિસ પણ કામ કરશે
દિગ્દર્શક-નિર્માતા સાજિદ નડિયાદવાળાની હાઉસફુલ ફ્રેન્ચાઇઝી બોલીવૂડની સોથી સફળ કોમેડી ફિલ્મ સીરીઝમાંની એક છે. ગયા વરસે હાઉસફુલ ૪એ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડનું કલેકશન કર્યું હતું. હવે તાજા સમાચાર એ છે કે, મેકર્સ હવે હાઉસફુલની પાંચમી સીરીઝની તૈયારી કરી રહી છે.
સાજિદ નડિયાદવાળાએ ચોથા પાર્ટની સ્ટાર કાસ્ટને જ ફાઇનલ કરી છે. મેકર્સના નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે, આ પાંચમી સીરીઝમાં ચોથી સીરીઝના જ કલાકારોને લેવામાં આવશે. સાજિદ હાલ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે.
આ ફિલ્મને આઇમેકસ ફોર્મેટમાં શૂટ કરવામાં આવશે. અગાઉ બાહુબલી અને પદ્માવતને પણ આજ ફોર્મેટમાં શૂટ કરવામાં આવી હતી. સાજિદ અને એક્ષય પોચાની કોમેડી એવેન્જર્સ યૂનિવર્સ બનાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દીપિકા પદુકોણ અને લારા દત્તાએ સીરીઝના પહેલા પાર્ટમાં અભિનય કર્યો હતો. જ્યારે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ ફિલ્મના દરેક સીરીઝનો હિસ્સો રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.